- ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવા માટે માયાવતી સાથે હોવા જરૂરી.. એમ કોંગ્રેસનું માનવું
- ઉત્તર પ્રદેશમાં ભાજપને ટકકર આપવા વિપક્ષ કદાવર નેતાઓને મેદાનમાં ઉતારશે
રાજકારણના રાજકારણો એવું માનતા હતા કે INDIA ગઠબંધન માટે લોકસભાની બેઠકોના ભાગલા પાડવા સૌથી મોટું કપરું કામ હશે. પરંતુ 5 રાજ્યોની 180 બેઠકો પર INDIA ગઠબંધને સીટ શેરીંગ કરી લીધું છે અને બધા પક્ષો સંમત થયા છે.
પંજાબ અને દિલ્હીની 20 બેઠકો પર સંમતિ સધાઇ ગઇ છે એમાં એવું નક્કી થયું છે કે બંને રાજ્યાં અડધી અડધી બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે.
ઉત્તર પ્રદેશની 80 બેઠકોમાંથી 76 બેઠકો પર સંમતિ સધાઇ ગઇ છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને ટકકર આપવા વિપક્ષ કદાવર નેતાઓને મેદાનમાં ઉતારશે. માયાવતીને INDIA ગઠબંધનમાં લાવવા માટેની પણ કવાયત ચાલી રહી છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવા માટે માયાવતી સાથે હોવા જરૂરી છે એમ કોંગ્રેસનું માનવું છે.
બિહારમાં લોકસભાની કુલ 40 બેઠકો છે અને તેમાં 16 સીટ JDU, 16 સીટ RJD અને 8 બેઠકો કોંગ્રેસ અને લેફ્ટને આપવાનું નક્કી કરાયું છે.
મહારાષ્ટ્રમાં કુલ 48 બેઠકોમાં 20 શિવસેના(UBT), 20 કોંગ્રેસ, 6 NCP અને 2 બેઠકો વંચિત બહુજન અઘાડીને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.