ભારતીય વાયુસેના (IAF) એ એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT 01/2025) માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. એરફોર્સે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું શરૂ કર્યું છે. સત્તાવાર વેબસાઇટ afcat.cdac.in રજીસ્ટ્રેશન વિન્ડો 31મી ડિસેમ્બરે રાત્રે 11.30 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
કુલ 336 ખાલી જગ્યાઓની સૂચના બહાર પાડવામાં આવી છે. પરીક્ષા 22 અને 23 ફેબ્રુઆરી, 2025 ના રોજ બે શિફ્ટમાં ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. અરજદારો 7 ફેબ્રુઆરી, 2025 (સાંજે 5) થી તેમની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.
વય મર્યાદા
ફ્લાઈંગ બ્રાન્ચ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 20 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જ્યારે ગ્રાઉન્ડ ડ્યુટી બ્રાન્ચ માટે 20 વર્ષથી 26 વર્ષની વચ્ચેની ઉંમર હોવી જોઈએ.
પરીક્ષા ફી
ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી, AFCAT એડમિશન (NCC સ્પેશિયલ એન્ટ્રી માટે લાગુ પડતું નથી) માટે રૂ. 550 + GST (નોન-રિફંડપાત્ર) ની પરીક્ષા ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે.
IAF AFCAT એપ્લિકેશન ફોર્મ: અરજી કરવાનાં પગલાં
- સૌ પ્રથમ એરફોર્સની સત્તાવાર વેબસાઇટ afcat.cdac.in પર જાઓ.
- હોમપેજ પર AFCAT 01/2025 એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
- નોંધણી કરો અને અરજી પ્રક્રિયા સાથે આગળ વધો.
- અરજી ફોર્મ ભરો, દસ્તાવેજો અપલોડ કરો અને ફી ચૂકવો.
- ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લો.