સંસદની સુરક્ષામાં ક્ષતિના કારણે લોકસભા સચિવાલયના આઠ કર્મચારીઓને સજા કરવામાં આવી છે. વાસ્તવમાં, આ સાત કર્મચારીઓને સુરક્ષામાં ખામીના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક શખ્સે સદનમાં ઘુસીને પીળા રંગનો ગેસ છોડ્યો હતો. જો કે આ મામલે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જેનું નામ સાગર છે. જે લખનૌનો રહેવાસી છે. લોકસભા સચિવાલયના જે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની ઓળખ રામપાલ, અરવિંદ, વીર દાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત અને નરેન્દ્ર તરીકે કરવામાં આવી છે.
ગુરુવારે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે સુરક્ષામાં ખામીના મુદ્દે હંગામો શરૂ કર્યો હતો. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગૃહને આ ઘટનાની જાણકારી આપી અને ઘટનાની નિંદા કરી. રાજનાથ સિંહે સાંસદોને સંસદીય પાસ જારી કરવામાં સાવધાની રાખવાની અપીલ કરી હતી. તમને જણાવી દઈએ કે આરોપીઓ ભાજપના સાંસદ દ્વારા જારી કરાયેલ પાસ સાથે મળી આવ્યા હતા. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.