આંધ્રપ્રદેશના વિજયવાડા નજીક રાયનાપાડુ ખાતે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. વાસ્તવમાં, મન્દ્રુપકર રેલવે સ્ટેશનના જનસંપર્ક અધિકારીનું કહેવું છે કે અહીં એક માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.
જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ સુરક્ષિત હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ, દુર્ઘટના મોડી રાત્રે થઈ હતી, જે બાદ બચાવ કામગીરી ચાલી રહી છે.