- મધ્યપ્રદેશના સીટિંગ સીએમ શિવરાજસિંહ ચૌહાણની સંભાવના
- ભાજપે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સીએમ ચહેરો જાહેર કર્યો નથી
રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ચૂંટણી જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટી સમક્ષ સૌથી મોટું કામ મુખ્યમંત્રી નિયુક્ત કરવાનું છે. ને તે માટે મંથન વચ્ચે ભાજપ નેતૃત્વએ મોટો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ બિન-ધારાસભ્યને સીએમ બનાવી શકાય છે. જેના કારણે મધ્યપ્રદેશના સીટિંગ સીએમ શિવરાજસિંહ ચૌહાણના ફરી મુખ્ય પદ પર આવવા અંગે સંભાવના છે. ત્યારે ભાજપ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ નવા ચહેરાઓને તક આપી શકે છે.
તાજેતરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જીતનાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના 12 સાંસદોમાંથી 10એ બુધવારે સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે રાજીનામું આપનારા 10 સાંસદોમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ પટેલ સહિત નવ લોકસભા અને એક રાજ્યસભાના સભ્યનો સમાવેશ છે. આ પગલું મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીઓની પસંદગી કરવાની પાર્ટી નેતૃત્વની પ્રક્રિયાનો એક ભાગ છે.રાજીનામું આપનારા અન્ય સાંસદોમાં દિયા કુમારી, રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને રાકેશ સિંહનો સમાવેશ છે. રેણુકા સિંહ અને મહંત બાલકનાથે રાજીનામું આપ્યું નથી.
ઉલ્લેખનીય છે કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મોટો પ્રયોગ કર્યો હતો અને આ નિર્ણય પાર્ટીની તરફેણમાં આવ્યો હતો. ભાજપે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સીએમ ચહેરો જાહેર કર્યો નથી. એમપીમાં શિવરાજ સિંહ ચૌહાણ, છત્તીસગઢમાં રમણ સિંહ અને રાજસ્થાનમાં વસુંધરા રાજે જેવા મોટા ચહેરા હતા. ચૂંટણી પરિણામોમાં સૌને ચોંકાવી દેતાં ભાજપે ત્રણેય રાજ્યોમાં મોટી જીત નોંધાવી છે. મધ્ય પ્રદેશમાં ભાજપે 163 બેઠકો, છત્તીસગઢમાં ભાજપે 54 બેઠકો અને રાજસ્થાનમાં ભાજપે 115 બેઠકો જીતી હતી. હવે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે રાજ્યમાં સીએમ કોણ બનશે? તેના પર સૌની નજર મંડાયેલી છે..