અબજો રૂપિયાની બેહિસાબ રકમ મળી આવવાને પગલે કોંગ્રેસ સવાલોના ઘેરામાં આવી
કોંગ્રેસે કાળા નાણા મામલે સાહુને નોટિસ આપી જવાબ માંગ્યો : કોંગ્રેસ મહામંત્રી અવિનાશ પાંડે
કોંગ્રેસના રાજયસભાના સાંસદ ધીરજ સાહુના ઠેકાણાઓ માંથી 353 કરોડથી વધુનો કાળા નાણા સાથે ભંડાર મળી આવતા આખો દેશ આશ્ચર્યચકીત થયો છે અને કોંગ્રેસ સવાલોના ઘેરામાં આવી ગઈ છે ત્યારે હવે આ મામલે કોંગ્રેસે નિવેદન કર્યુ છે કે મેટર ધીરજ સાહુની પર્સનલ છે, અમને એની સાથે કંઈ લાગતું વળગતું નથી.
આ કાળાનાણા મામલે રસપ્રદ વિગતે બહાર આવી છે કે જે ધીરજ સાહુના ઠેકાણાઓમાં અબજો રૂપિયા મળી આવેલા, તેમનું એક ટવીટ વાયરલ થઈ રહ્યું છે તેમાં તે દેશમાં કાળા નાણાને લઈને ચિંતા વ્યક્ત કરતા જોવા મળે છે!
કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઠેકાણાઓમાં અબજો રૂપિયાની બેહિસાબ રકમ મળી આવવાને પગલે કોંગ્રેસ સવાલોના ઘેરામાં આવી છે
ત્યારે આ મામલે ખુલાસો કરવા પડી રહ્યા છે. જેમાં કોંગ્રેસના મહામંત્રી અવિનાશ પાંડેએ જણાવ્યું હતું કે જયાં સુધી આ મામલે સતાવાર વિગત બહાર ન આવે ત્યાં સુધી અમે કંઈ કહેવા માંગતા નથી. વધુમાં કોંગ્રેસે કાળા નાણા મામલે સાહુને નોટિસ આપી જવાબ માંગ્યો છે. દરમિયાન સાહુનું એક એક વર્ષ પહેલાનું એક ટવીટ વાયરલ થઈ રહ્યું છે જેમાં તેમણે લખ્યું છે- મારી સમજમાં નથી આવતું કે કયાંથી લોકો આટલું કાળુ નાણુ જમા કરી લેતા હશે.