ભગવાન શિનનો પ્રિય મહિનો શ્રાવણ શરૂ થઈ ચૂક્યો છે. આ મહિનામાં ભગવાન શિવને ખુશ કરવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાયો કરે છે, પરંતુ ઘણી વખત અજાણતામાં ભક્ત એવી ભૂલો કરી નાખે છે કે જેના કારણે ભગવાન શિવને ખુશ કરવાની તમામ ચેષ્ઠા વ્યર્થ સાબિત થઈ જાય છે.
એવામાં આજે અમે તમને જણાવશું કે શ્રાવણ મહિનામાં શિવભક્તે શું કરવું જોઈએ. માનવામાં આવે છે કે આ પવિત્ર માસમાં એવા ઘણા કામો છે જે ન કરવા જોઈએ, આવું કરવાથી ભગવાન શિવની સાથે-સાથે અન્ય દેવી દેવતાઓની કૃપા બની રહે છે. જ્યારે આ નિષેધ કાર્ય કરવાથી ભગવાન શિવની નારાજગી સહેવી પડે છે.
1- તમે ભગવાન શિવને ધતૂરો કે ભાંગનુ અર્પણ કરી શકો છો.
2- માટીના શિવલિંગ બનાવીને દરરોજ પૂજા કરો.
3- તમે શ્રાવણ મહિનામાં દૂધનું દાન કરી શકો છો.
4- સાંજના સમયમાં ભગવાન શિવની આરતી કરો.
5- આ ઉપરાંત ઘરના દરવાજે નંદી આવે તો તેને ખાવા માટે કંઈકને કંઈક આપો.
શ્રાવણ મહિનામાં દહીનું સેવન ન કરવું જોઈએ.
એવું કહેવાય છે કે શ્રાવણના મહિનામાં લીલા રંગના શાકભાજી ના ખાવા જોઈએ
આ સાથે જ આ મહિનામાં કઢીનું સેવન પણ ન કરવું જોઈએ.
સાથે જ શ્રાવણના મહિનામાં માંસ માછલીનું સેવન પણ ન કરવું જોઈએ. આ રીતે લસણ અને ડુંગળીના સેવનથી પરહેજ કરવું જોઈએ.
આ મહિનામાં તમારે દૂધી, તુરીયા અને ટામેટા જેવી જલ્દી પચનારી અને વેલ પર ઉગતા શાકભાજી ખાવા જોઈએ.
શ્રાવણના મહિનામાં સફરજન, કેળા, દાડમ, નાશપતી, જાંબુ અને કેરી જેવા મોસમી ફળ ખાવા જોઈએ.
શ્રાવણમાં જૂના ચોખા, ઘઉં, મક્કઈ, સરસો, મગ અને અળદની દાળ જેવા અનાઝ ખાવા જોઈએ.
પરંતુ શ્રાવણ મહિનામાં વધારે તળેલું કે શેકેલું ન ખાવું જોઈએ.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268