રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા 7મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે આગામી સમયામાં કેટલા દિવસોનું શૈક્ષણિક કાર્ય કરવાનું રહેશે તેને લઈ શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ અને દ્રિયતીય એમ બંને સત્રનો શૈક્ષણિક સત્રનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગે શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે જેમાં રાજ્યની સ્કૂલોમાં વર્ષના 365 દિવસમાંથી 245 દિવસ શૈક્ષણિક કાર્ય કરવાનું રહેશે તેમજ વર્ષમાં 80 દિવસ રજાઓ રહેશે તેવો નિર્દેશ કરવામાં આવ્યો છે. જાહેર કરવામાં આવેલા નવા શૈક્ષણિક સત્ર મુજબ રાજ્યની સ્કૂલોમાં પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ રાખવામાં આવ્યા છે જ્યારે બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કામકાજ કરવાનું સૂચવવામાં આવ્યું છે. તેહવારોની રજાઓ, ઉનાળું વેકેશન, અને દિવાળીની રજાઓને બાદ કરતાં વર્ષ દરમિયાન કુલ 245 દિવસનું શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવશે.
મહત્વનું છે કે પ્રથમ સત્ર 30 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યાર બાદ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામા આવશે. જ્યારે બીજા સત્રનો પ્રારંભ 22 નવેમ્બરથી થનાર છે આમ જો શૈક્ષણિક કેલેન્ડર મુજબ વર્ષ દરમિયાન કુલ 80 રજાઓ નક્કી કરાઈ છે. જેમાં જાહેર રજાઓ, ઉનાળું અને દિવાળી વેકેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે રાજ્યમાં કોરોનાની સ્થિતિને અનુરૂપ આ કેલેન્ડરમાં ફેરફારો કરવામાં આવી શકે છે જો કે હાલ રાજ્યમાં કોરોના કાબૂ હોવાનું જણાઈ રહ્યું છે શૈક્ષણિક કેલેન્ડરમાં હાલમાં માત્ર સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં શાળાઓમાં સ્થાનિક રજાઓ ઉપરાંત 21 દિવસનું દિવાળી વેકેશન અને 35 દિવસનું ઉનાળું વેકેશન તેમજ 16 દિવસ જાહેર રજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ સમગ્ર વર્ષ દરમિયાન કુલ રજાઓ 80 દિવસની મળી રહેશે. જોકે નિયમ મુજબ વર્ષ દરમિયાન 80થી વધુ રજાઓ થવી જોઈએ નહીં. જેથી આ મુજબનું માળખું નક્કી કરવામાં આવ્ચું છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268