Tata Motorsએ ગુરુવારે તે ઓલિમ્પિક ખેલાડીઓનું સન્માન કર્યું હતું, જે હાલમાં જ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતતા જીતતા રહી ગઈ હતી. કંપનીએ દેશની હોકી મહિલા ટીમની દરેક ખેલાડીને ગોલ્ડન કલરની Tata Altroz ગાડી ભેટમાં આપી હતી. Tata Motorsએ હોકી, કુશ્તી, ગોલ્ફ અને ડિસ્ક થ્રો જેવા સ્પોર્ટ્સમાં પોતાના પ્રદર્શનથી આખા દેશનું દિલ જીતનારા કુલ 24 ઓલિમ્પિક ખેલાડીઓને હાઈ સ્ટ્રીટ ગોલ્ડ કલરની Tata Altroz ગાડીની ચાવીઓ આપી હતી.
કંપનીનું કહેવું છે કે આ ખેલાડી ભલે મેડલ લાવવામાં અસફળ રહ્યા પરંતુ તેમણે દેશના બીજા કરોડો યુવાનોને પ્રેરિત કર્યા છે. આ વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમી-ફાઈનલમાં પહોંચી હતી. પછીથી બ્રોન્ઝ મેડલ માટે તે ગ્રેટ બ્રિટન સામે રમી હતી. મેચમાં ભલે તે બ્રિટન સામે 4-3થી હાઈ ગઈ હતી અને બ્રોન્ઝ મેડલ પોતાના નામ પર ન કરી શકી પરંતુ તેમના પ્રદર્શને આખા દેશના લોકોનું દિલ જીતી લીધું હતું. વડાપ્રધાન મોદીએ પણ જાતે ફોન કરીને ટીમને તેમના સારા પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી હતી.
Tata Motorsએ દિલ્હીમાં ગુરુવારે એક કાર્યક્રમમાં આ ટીમના ખેલાડીઓને ગોલ્ડન કલરની Tata Altroz ગાડી ભેટ તરીકે આપી હતી. જેમાં નેહા ગોયલ, રાની રામપાલ, નવનીત કૌર, ઉદિતા દુહાન, વંદના કટારિયા, નિશા વારસી, મોનિકા મલિક, સવિકા પુનિયા, ગુરજીત કૌર, નવજોત કૌર, દીપ અક્કા, શર્મિલા દેવી, લાલરેમસિયામી, સુશીલા ચાનુ, સલીમા, નમિતા ટોપ્પો, નિક્કી પ્રધાન, રીના ખોખર અને રજની સામેલ છે. આ વખતે ગોલ્ફર અદિતી અશોકે પણ બીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો.
ટોક્યો ઓલિમ્પિકમાં તે અંત સુધી ટોપ 3માં બની રહી હતી પરંતુ મેચના અંતિમ રાઉન્ડમાં ઘણા ઓછા માર્જિનથી તે બ્રોન્ઝ મેડલ માટે રહી ગઈ હતી.
આ સિવાય ડિસ્ક થ્રોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ઓલિમ્પિક ખેલાડી કમલપ્રીત કૌરને પણ Tata Altorz તેના ઉમદા દેખાવ માટે આપાવમાં આવી હતી. તે સિવાય બોક્સિંગ કેટેગરીમાં સતીશ કુમાર અને પુજા રાની તથા કુશ્તીમં દીપક પુનિયાને પણ કંપનીએ કાર ભેટ આપી હતી. જ્યારે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવનારા નીરજ ચોપરાને Mahindra and Mahindra કંપની તરફથી નવી SUV700 આપવાનો વાદો કરવામાં આવ્યો છે. આ પહેલા પી વી સિંધુ અને સાક્ષી મલિકને તેમના મેડલ જીતવા પર Thar ગાડી આપવામાં આવી ચૂકી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268