અત્યારે વધુ વરસાદના કારણે મકાન, પશુ મૃત્યુ, માનવ મૃત્યુ વગેરેની સહાય આપવામાં આવી રહી છે ત્યારે ખેતના પાકને પણ નુકશાન થયું છે. ત્યારે ખેતીના પાકને સહાય ચૂકવાસે કે નહીં તેને લઈને અનેક સવાલો હતા ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ખેતીના પાકને કેટલું નુકશાન થયું છે તેના સર્વેની કામગિરી કરવામાં આવી રહી છે. ખેતીવાડી અધિકારીઓને નુકસાનીનો સર્વે કરવા સૂચન અપાયું છે. ઉલ્લેખનીય છે કે, અતિવૃષ્ટીના કારણે ખેડૂતોના પાકને ઘણું નુકશાન થયું છે.
ત્યારે કયા વિસ્તારમાં આ સર્વેની કામગિરી કરવામાં આવી રહી છે એ સંદર્ભમાં રાઘવજી પટેલે કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ સહીતના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની અંદર છોટા ઉદેપુર , નર્મદા અને ભરુચ જિલ્લાનો કેટલોક ભાગ કે જ્યાં અત્યારે સર્વે ચાલી રહ્યો છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ ખેતીના પાકોને નુકશાન થયાના અહેવાલ છે. ત્યારે આ વિસ્તારોમાં સર્વેની કામગિરી કરવામાં આવશે.
સાચો એહેવાલ સર્વેના રીપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે તેવું તેમણે કહ્યું હતું. ખેડૂતોને સહાય કરવા માટે જુદી-જુદી યોજનાઓના માધ્યમથી સહાય કરવામાં આવશે. જો કે, સર્વેનો અહેવાલ આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થશે કે, એસડીઆરએફના નિયમો આધારીત કરવું કે કેમ. જો કે, મુખ્યમંત્રી કિશાન સહાય યોજના પણ અમલી છે. એહેવાલ બાદ નક્કી કરીશું કે કઈ રીતે સહાય ચૂકવવી તેમ સ્પષ્ટતા કરતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
જો કે, આ પહેલા કેશડોલ તાઉતે સમયે ચૂકવવામાં આવ્યું હતું. જેમાં દરીયા કાંઠાના વિસ્તારોમાં વધુ નુકશાન થતા રાજ્યોના વિવિધ જિલ્લાઓમાં આ સહાય ચૂકવવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર આ પ્રકારે સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં ગત વખતે એસડીઆરએફના નિયમોના આધારે આ સહાય ચૂકવાઈ હતી. ત્યારે આ વખતે કેટલું નુકશાન થયું છે તે પાસાઓ પર સમીક્ષા કર્યા બાદ જ સરકાર દ્વારા સહાયની રકમ જાહેર કરવામાં આવશે.