મોદી સરકારની મોટી જાહેરાત: મહામારીમાં ગરીબો માટે 2 મહિના સુધી આટલું અનાજ આપશે મફત
કેન્દ્ર સરકારે મે અને જુન એમ બે મહિના માટે ગરીબોને 5 કિલો અનાજ મફત આપવાની જાહેરાત કરી છે.
- ગરીબોને હેઠળ 5 કિલો અનાજ મફત મળશે
- મે અને જુન એમ બે મહિના મળશે 5 કિલો મફત અનાજ
- સરકારને 26,000 કરોડનો ખર્ચ થશે.
નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ હેઠળ લગભગ
80 કરોડ ગરીબોને બે મહિનાનું મફત અનાજ મળશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દરેક લાભાર્થી પરિવારને
માથાદીઠ બે મહિના સુધી 5 કિલો અનાજ મફતમાં મળશે.
સરકારે જણાવ્યું છે કે ગયા વર્ષની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના
જેમ જ આ વખતે પણ ગરીબોને અનાજ મળશે.
આ માટે સરકારને 26,000 કરોડનો ખર્ચ થશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કેન્દ્ર સરકાર
નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ હેઠળ સમાવિષ્ટ લોકોને પરિવાર દીઠ
પાંચ કિલો ચોખા અથવા ઘઉ અને 1 કિલો દાળ પુરી પાડે છે.
ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે.
સતત બીજા દિવસે 3 લાખથી વધારે અને
અત્યાર સુધીના સૌથી વધારે નવા કેસ મળી આવ્યા છે.
વર્લ્ડોમીટર મુજબ ગુરુવારે 12 વાગ્યા સુધીમાં 24 કલાકમાં ભારતમાં 332, 503 નવા કોરોનાના સંક્રમિત મળ્યા.
આ દરમિયાન 2256 કોરોના દર્દીના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના મામલાઓએ દુનિયાભરનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
એક્ટિવ કેસની સંખ્યા 24,21,970 પર પહોંચી ગઈ
મહામારીની શરુઆતથી લઈને અત્યાર સુધી એક દિવસમાં આવતા કેસનો
વૈશ્વિક રેકોર્ડ ભારતમાં 3.14 લાખ સાથે બુધવારે નોંધાયો હતો.
સતત 7 દિવસથી દરરોજ કોરોનાના દર્દીના મોતની સંખ્યાએ પણ રેકોર્ડ તોડી રહી છે.
મરનારાની કુલ સંખ્યા 1,86,927 થઈ ગઈ છે.
કોરોનાના કુલ સંખ્યા વધીને 1,62,57,164 થઈ ગઈ છે.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 24,21,970 પર પહોંચી ગઈ છે.
આ કુલ સંક્રમિતોની સંખ્યા 14.9 ટકા છે.