ભારતના સૌથી અમીર એવા ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પાક્કા વેપારી છે. કહેવાય છે કે, સાચો વેપારી પોતાના ઘરની ધૂળ પણ વેડફાવા ન દે. મુકેશ અંબાણીએ આ વાત સાર્થક કરી જાણી છે. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા દુનિયાનું સૌથી મોંઘુ ઘર કહેવાય છે. આ ઘરની ઘણી એવી વાતો છે, જે દુનિયાના અન્ય ઘરોથી તેને અલગ પાડે છે. આજે આ ઘર અંગે અમે તમને એવી એક વાત કહેવા જઇ રહ્યાં છીએ જે જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો. આ વાતને મુકેશ અંબાણીના ઘરના હેલિપેડ કે અત્યાધુનિક રૂમો સાથે કંઇ લેવા-દેવા નથી. આ ખબર છે તેમના ઘરમાં ભેગા થતા કચરા અંગે. જી હા, મુકેશ અંબાણી પોતાના ઘરના કચરાનો પણ એવો ઉપયોગ કરે છે, જે જાણીને તમને નવાઇ લાગશે.
દુનિયાનું સૌથી મોંઘુ ઘર એન્ટિલિયા મુંબઇની ગગનચુંબી ઇમારતો વચ્ચે શાનથી ઊભેલું જોવા મળે છે. આ ઘરમાં કુલ 27 માળ છે અને દરેક માળની પોતાની અલગ લાક્ષણિકતા છે. હાલ આપણે આ ઘરની જે લાક્ષણિકતા અંગે વાત કરવાની છે, એ છે ઘરનો કચરો. એન્ટિલિયામાં ભેગા થતા કચરાનો જે ઉપયોગ કરવામાં આવે છે, એ ખરખર વખાણવા લાયક છે. એનડીટીવીની ખબરો અનુસાર, આ ઘરના કચરા દ્વારા મુકેશ અંબાણી વીજળી ઉત્પન્ન કરે છે.કચરામાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે, એનો જ ઉપયોગ ઘરમાં કરવામાં આવે છે. અહીં એક ખાસ સિસ્ટમથી વીજળ ઉત્પન્ન કરવામાં આવે છે. આ માટે પહેલા ભીનો અને કોરો કચરો અલગ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવામાં થાય છે. 27 માળના આ ઘરને મેઇન્ટેન કરવું પણ કોઇ નાનું કામ તો નથી જ. આ માટે મુકેશ અંબાણીએ જે યુક્તિ વાપરી છે, એના વખાણ કર્યા વગર કોઇ ના રહી શકે.
મુકેશ અંબાણીના ઘરનું નામ એન્ટિલિયા એટલાન્ટિક મહાસાગરના એક મિથકીય દ્વીપ પરથી રાખવામાં આવ્યું છે. 4 લાખ સ્ક્વેર ફુટમાં ફેલાયેલા આ ઘરમાં 27 માળમાંથી પહેલા 7 માળ પર તો પાર્કિંગ છે. આ ઘરમાં સ્પા, બૉલરૂમ, 3 સ્વિમિંગ પૂલ, યોગા અને ડાન્સ સ્ટૂડિયો પણ છે. આ સિવાય ઘરમાં એક પ્રાઇવેટ થિયેટર પણ છે, જેમાં 50 લોકો એક સાથે ફિલ્મ જોઇ શકે છે.
આ ઘરને દિવસ-રાત મેઇન્ટેન કરવા માટે 600 લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે. જેથી એન્ટિલિયાની શાન સચવાઇ રહે. આ ઘરમાં એવા છોડ મુકવામાં આવ્યા છે, જેથી ઘરનું તાપમાન સામાન્ય રહે. એન્ટિલિયાની છત પર ત્રણ હેલિપેડ છે અને મુકેશ અંબાણી ઓફિસ આવવા-જવા માટે હેલિકોપ્ટરનો જ ઉપયોગ કરે છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268