Shantishram News, Diyodar, Gujarat.
કોરોનાની મહામારીમાં બોરીવલી મુંબઈ મધ્યે
જરૂરીયાત મંદ પરિવારોને અનાજ દવા-પાણી થઈ લઈ રોકડ રકમ સુધીનો
સહયોગ પુરો પાડવા માટે સ્નેહલભાઈ શાહની આગેવાની હેઠળ
બોરીવલી ના ર૭ જૈન સંઘના મંડળે બીડુ ઝડપેલ અને સુંદર કામગીરી કરેલ.
જે બદલ યોજાયેલા સમારોહમાં મહારાષ્ટ્ર રાજ્યપાલશ્રી ભગતસિંહ કોશીયારી ના હસ્તે
આ ર૭ જૈનસંઘના શ્રેષ્ઠીઓનું બહુમાન કરવામાં આવેલ.
આ પ્રસંગે ર૭ જૈનસંઘની યશસ્વી કામગીરી ને રાજ્યપાલ સુધી પહોંચાડનાર
બોરીવલીના ધારાસભ્યશ્રી સુનિલભાઈ રાણેનું પણ બહુમાન સંઘો દ્વારા કરવામાં આવેલ.
આ પ્રસંગે નગર સેવક પ્રવિણભાઈ શાહ, બીના દોશી આદિ મહાનુભાવો ઉપસ્થિત રહેલ.
જૈનસંઘના પ્રતિનિધિ અને કાંકરેજી સમાજના દિનેશભાઈ (કાઠી) આદિ મહાનુભાવો ઉપસ્થિત રહેલ.
Mumbai Borivali Jain Sangh, maharashtra rajyapal Bhagat Singh Koshyari, Sunil Dattatray Rane, Covid Lockdown Helpline
Sponcered:
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268