મિઝોરમના એક પ્રધાને તેમના મતવિસ્તારમાં સૌથી વધુ બાળકોને જન્મઆપનાર માતા-પિતાને 1 લાખ રુપિયા આપવાનું એલાન કર્યું છે. પ્રધાને કહ્યું કે, વધુ સંતાનવાળા લોકોને એક પ્રમાણ પત્ર અને એક ટ્રૉફી આપવામાં આવશે.એક બાજુ દેશમાં વસ્તી નિયંત્રણ કરવા પર ધમાસણ ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ મિઝોરમ ના એક પ્રધાને તેમના મતવિસ્તારમાં સૌથી વધુ બાળકોને જન્મઆપનાર માતા-પિતા માટે 1 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી છે, તેમનો ઉદ્દેશ ઓછી વસ્તી વાળા જનસમુદાયોને વસ્તી માં વૃદ્ધિ માટે પ્રોત્સાહન કરવાનો છે.
આધાર કાર્ડ માં જાણો કયા ચાર અપડેટ્સ માટે આધાર સેવા કેન્દ્રમાં જવાની જરૂર નથી, ઘરે બેઠાં થશે કામ
મિઝોરમ માં કેટલાક મિઝો જાતિઓના લોકો રહે છે. અરુણાચલ પ્રદેશ બાદ મિઝોરમમાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે તે જ સમયે મિઝોરમના પાડોશી રાજ્ય આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા સરમાએ હાલમાં જ જાહેરાત કરી હતી કે, તેમની સરકાર ધીરે ધીરે 2 બાળકોની નીતિ લાગુ કરશે.આ વચ્ચે રવિવારના રોજ ઉત્તરપ્રદેશ ના કમિશનના અધ્યક્ષ આદિત્યનાથ મિત્તલે કહ્યું હતુ કે, વધતી વસ્તી ને અટકાવવી જોઈએ, કારણ કે, વસ્તી વધારો રાજ્યમાં સમસ્યા ઉભી કરી રહી છે.
હાલમાં રમત-ગમત પ્રધાન રૉબર્ટ રોમાવિયા રોયતે બાળકોની ન્યૂનતમ સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે. જ્યારે દેશના અનેક રાજ્યો વસ્તી નિયંત્રણ નીતિનું સમર્થન કરી રહ્યા છે. રવિવારના ફાધર્સ ડે પર પ્રધાને જાહેરાત કરી તેઓ તેમના આઈજોલ પૂર્વી-2 વિધાનસભા વિસ્તારમાં વધુ સંતાનવાળા પુરુષ અથવા મહિલાને એક લાખ રુપિયા આપશે.પ્રધાને કહ્યું કે, વધુ સંતાનવાળા લોકોને એક પ્રમાણ પત્ર અને એક ટ્રૉફી આપવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, પ્રોત્સાહન રકમનો ખર્ચો પ્રધાનની એક કન્ટ્રક્શન કન્સટન્સી કંપની ઉઠાવશે. પ્રધાને કહ્યું કે, મિઝો સમદાયમાં વસ્તી વૃદ્ધિનો નીચો દર ગંભીર વિષય છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268