કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર દ્વારા ત્રીજી લહેર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અલગ અલગ જગ્યાઓ પર હવે ખાસ કોવિડ વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે.મે મહિનામાં એક જ જિલ્લામાં 8000 કરતા વધારે બાળક કોરોનાથી સંક્રમિત મળી આવ્યા હતા. રાજ્ય સરકારે એટલે જ ખાસ તૈયારીઓમાં ઝડપ લાવી દીધી છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે એ પણ લોકોને ત્રીજી લહેર સામે ચેતવ્યા છે અને સાવધાન રહેવા માટે અપીલ કરી છે.મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું હતું કે રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમણનાં રોજનાં કિસ્સામાં ઘટાડો આવ્યો તો છે પણ આ પાછલા વર્ષે આવેલા સૌથી વધારે કેસની નજીકનાં જ છે. સોશિયલ મિડિયાનાં માધ્યમથી લોકોને સંબોધતા તેમણે કહ્યું કે રાજ્યમાં મધ્ય એપ્રિલથી લાગુ લોકડાઉન જેવી ગાઈડલાઈન 15 જૂન સુધી રહેશે.
IIT હૈદરાબાદે બનાવી બ્લેક ફંગસની દવા, જાણો 60 mg ની શું છે કિંમત???
એક રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રનાં અહમદનગરમાં મે મહિનામાં 8000 કરતા વધારે બાળક કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા, કુલ કોરોના કેસનાં 10% બરાબરનાં કેસ જોઈને તંત્ર પણ સચેત થઈ ગયું છે. જિલ્લાનાં મુખ્ચ અધિકારી રાજેન્દ્રે ભોંસલેનાં જણાવ્યા અનુસાર આ ચિંતાજનક મામલો છે.સૂત્રોનાં પ્રમાણે, સરકારને આશંકા છે કે રાજ્યમાં ત્રીજી લહેર જુલાઈનાં અંત કે પછીઓગસ્ટની શરૂઆતમાં આવી શકે છે અને તંત્ર પાસે આની તૈયારી કરવા માટે બે મહિનાનો સમય છે. રાજ્ય સરકાર આ ત્રીજી લહેરની તૈયારીમાં કોઈ પણ લાપરવાહી વર્તવા નથી માંગતી, તેમણે બાળકો માટે કોવિડ વોર્ડ બનાવવામાં શરૂઆત કરી નાખી છે. સાંગલીમાં આજ પ્રકારનો વોર્ડ બનાવવામાં આવ્યો છે.
આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે જિલ્લામાં જ્યાં સખ્તાઈથી લોકડાઉન લગાડવામાં આવ્યું ત્યાં કોરોનાનાં કેસ ઘટી ગયા છે અને જ્યાં કેસ ઓછા છે ત્યાં છૂટછાટ પણ આપવામાં આવી રહી છે. કેસમાં ઘટાડા છતા પાછલા વર્ષનાં કેસનાં આંકડાના પીકની નજીકમાં છીએ.મહારાષ્ટ્રમાં પાછલા વર્ષે 17 સપ્ટેમ્બરે કોરોના વાયરસ સંક્રમણનાં સૌથી વધારે 24896 કેસ નોંધાયા હતા અને આ વર્ષે 26 મે નાં રોજ આ સંખ્યા 24752 છે. એટલે કે કોરોનાનાં આંકડા સરભર આવી રહ્યા છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268