મધ્યપ્રદેશના ભોપાલની પાલીવાલ હોસ્પિટલમાં કોરોનાના અલગ પ્રકાર ના કેસ સામે આવ્યા છે.
જેમાં દર્દી ના રેપિડ ઍન્ટિજેન ટેસ્ટ તથા RT PCR ટેસ્ટ નેગેટિવ આવે છે. પરંતુ જ્યારે તેમનો સીટી સ્કેન કરવા માં આવે છે, ત્યારે તેમના ફેફસા માં ૪૦% સુધીનું નુકસાન જોવા મળે છે. તેમજ તેમના ફેફસામાં ન્યુમોનિયાની અસર જોવા મળે છે.
આની ઉપર એઇમ્સ ના ડીરેક્ટર ડોક્ટર સર્માન સિંધ એ આની ઉપર ખુલાસો કરતાં કહ્યું કે આ થવાનું કારણ માત્ર વાઇરસમાં થતું પરિવર્તન અને ટેસ્ટની ઓછી ગુણવત્તા છે.
આમ દેશ માં અલગ અલગ જગ્યા એ છેલ્લા ૧ મહિના માં આવા કેસ મળી આવ્યા છે. આમ ભોપાલ માં આવેલી પાલિવાલ કોવિડ હોસ્પિટલ ના ડાઇરેક્ટર ડૉ. જે.પી.પાલીવાલ એ જણાવ્યું કે તેઓની હોસ્પિટલ માં આવા ૧૨૦ જેટલા કેસ જોવા મળી આવ્યા છે, તેમાંથી ૭૦ એવા છે કે જેમને ન્યુમોનિયા ની અસર છે.
આમ અલગ અલગ જગ્યા આ આવા કેસ સામે આવ્યા છે ત્યારે ઘણી જગ્યા બધા કોવિડ રિપોર્ટ નગટીવ હોવા થી આવા દર્દી ઓ ને સારવાર આપવા માં આવી રહી નથી.
આમ આવી પરિસ્થિતિ આવા દર્દી ઓ ને સરખી સારવાર મળે તેવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારે આવી સ્થિતિ માં જનતા એ પણ પરિસ્થિતી ને ધ્યાન માં રાખી ને વર્તવું જોઈએ.
જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી બીજા 2.61 લાખ લોકો સંક્રમિત થયા છે. જ્યારે 1500 જેટલા દર્દીઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જેના લીધે કુલ મૃત્યુઆંક 1.77 લાખ થયો છે.