કોરોના વાયરસ (Covid-19) થી સાજા થયા બાદ દર્દીઓમાં બ્લેક ફંગસના (Black Fungus) કેસ વધી રહ્યા છે.
આ દરમિયાન વાઈટ ફંગસના (White Fungus) પણ કેસ સામે આવ્યા. બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસના કારણે લોકોમાં હાહાકાર મચ્યો છે.
પરંતુ આ બાદ હવે દેશમાં યલો ફંગસનો કેસ સામે આવ્યો છે.
આ કેસ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ (Ghaziabad )
માં જોવા મળ્યો છે.
ડોકટરોના મતે આ યલો ફંગસ એ બ્લેક અને વ્હાઇટ ફંગસથી ખુબ વધુ જોખમી છે.
ડોકટરે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે કોઈ દર્દીમાં યલો ફંગસ મળી આવ્યું છે.
યલો ફંગસનો રોગ જે દર્દીમાં મળી આવ્યો છે તેની ઉંમર માત્ર 45 વર્ષ છે.
તે થોડા દિવસ પહેલા જ કોરોનાના રોગથી મુક્ત થયો હતો.
આ દર્દી પહેલા ગાઝિયાબાદના ઇએનટી સર્જન (ENT) પાસે પહોંચ્યો હતો.
તપાસ દરમિયાન ડોક્ટરને જાણવા મળ્યું કે તેને બ્લેક, વ્હાઇટ અને યલો ફંગસ છે.
મ્યુકરમાઇકોસિસની વધતી જતી મહામારી:સુરતમાં દર્દીઓનો જીવ બચાવવા 3 ડોક્ટરે દોઢ જ મહિનામાં 64ની આંખ કાઢી
ડો. બીપી ત્યાગીએ જણાવ્યું હતું કે દર્દી તેમને તેમની ક્લિનિકમાં મળવા આવ્યો હતો.
તેને સુસ્તી હતી, ભૂખ ઓછી લાગતી હતી,
તેનું વજન ઓછું થઈ રહ્યું હતું, તેને અસ્પષ્ટ દેખાવાની પણ તકલીફ હતી.
તેઓએ અહેવાલ આપ્યો કે યલો ફંગસ આંતરિક રીતે શરૂ થાય છે.
જેમ જેમ તે વધે છે, તેમ તેમ રોગ વધુ જીવલેણ બને છે.
તેમણે જણાવ્યું કે દર્દીના સીટી સ્કેનથી ફંગસ હોવાનું સાબિત થયું નહીં.
ત્યાર બાદ જ્યારે દર્દીએ નેજલ એન્ડોસ્કોપી કરાવી,
ત્યારે જાણવા મળ્યું કે તેને બ્લેક, વ્હાઇટ અને યલો એમ ત્રણેય ફંગસ છે.
ડોકટરે કહ્યું કે જો ઘરની અંદર વધારે પ્રમાણમાં ભેજ હોય
તો તે દર્દી માટે જીવલેણ બની શકે છે,
તેથી તેનું ધ્યાન રાખવું જરૂરી બને છે.
વધારે ભેજ બેક્ટેરિયા અને ફૂગમાં વધારો કરે છે.
ડોકટરે કહ્યું કે ઘરની આજુબાજુ સફાઇ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ ઉપરાંત વાસી ખોરાક ન લેવો જોઈએ.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268