સિક્કિમમાં લગભગ 100 બૌદ્ધ ભિક્ષુઓ કોરોના સંક્રમિત થયા છે. જેને લઈને રાજ્ય સરકાર તેના પર વિશેષ ધ્યાન આપી રહી છે. ગંગટોકથી 30 કિલોમીટર દૂર વિશ્વ ઘરોહર સ્થળ રૂમટેક મઠમાં ધર્મ ચક્ર કેન્દ્રના 37 બૌદ્ધ ભિક્ષુ કોરોનાગ્રસ્ત મળી આવ્યા છે.ત્યારે સિક્કિમમાં ગુંજન મઠને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કારણ કે અહીં 61થી વધારે ભિક્ષુકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેઓને સરમસા ગાર્ડન આઈસોલેશન સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
બ્લેક અને વ્હાઇટ પછી યલો ફંગસનો ખતરો, ઉત્તર પ્રદેશમાં મળ્યો પ્રથમ કેસ, જાણો વધુ વિગત
ગંગટોકના ઉપ મંડળ મેજિસ્ટ્રેટ રોબિન સેવાએ જણાવ્યું કે મઠને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સાથે સંક્રમિત ભિક્ષુઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે અને તેઓનું પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે જ સિક્કિમ સરકારે વધુ એક સપ્તાહ સુધીનું લોકડાઉન વધારી દીધું છે.અહી ગુંજન મઠમાં 61થી વધારે ભિક્ષુકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેઓને સરમસા ગાર્ડન આઈસોલેશન સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ગંગટોકના ઉપ મંડળ મેજિસ્ટ્રેટ રોબિન સેવાએ જાણવું કે મઠને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.દેશભરમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે અને રાજ્યમાં પણ તેની પકડ મજબૂત કરી રહી છે. તેવામાં સ્થિતિ કાબૂ કરવા માટે લોકડાઉન એજ માત્ર ઉપાય છે. ત્યારે આ ગંભીર પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સિક્કિમ સરકારે વધુ એક સપ્તાહનો લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો હતો.
સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યુ કે રવિવારે સિક્કિમમાં એક દિવસમાં 324 કેસ નોંધાયા છે. જેને કારણે અત્યાર સુધી આંકડો 13,132 સુધી પહોંચી ગયો છે. જ્યારે ત્રણ લોકોના મૃત્યુ બાદ મૃત્યુ આંક 224 થયો છે.સિક્કિમમાં 9,381 લોકો કોરોનાથી સાજા થયા.જાણકારી મુજબ હિમાલયી રાજ્યમાં અત્યારે 3,317 એક્ટિવ કેસ છે અને 9,381 લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે. તાજેતરના આંકડાઓની જો વાત કરવામાં આવે તો પૂર્વ સિક્કિમ, પશ્ચિમ સિક્કિમ અને દક્ષિણ સિક્કિમમાં કુલ મળીને કોરોનાના 204 કેસ છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268