ટાટા મોટર્સ દેશના નાગરિકોને સસ્તી ઇલેક્ટ્રીક કાર આપવા માંગે છે. જેથી પેટ્રોલ ડિઝલના ભાવ વધે તો પણ કોઇનું કાર લેવાનું સપનું અધુરુ ન રહી જાય.
ટાટા મોટર્સની ઓફિશ્યલ વેબસાઇટ અનુસાર, 31 ઓગસ્ટે ભારતમાં ટાટા ટિગોર ઇલેક્ટ્રીક લોન્ચ થવા જઇ રહી છે. લોન્ચિંગ પહેલા જ આ કારને લઇને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. કારણ કે આ કાર ટાટાની સુપર સેલર કાર છે. મિડીયા રિપોર્ટ્સનું જો માનીએ તો કાર ડીલરશીપ સુધી પહોંચવા લાગી છે. જેમાં જાણવા મળ્યું છે કે આ કાર સિંગલ ચાર્જમાં 350KM સુધીની રેન્જ આપે છે.
થોડા સમય પહેલા ટાટા ટિગોરનો એક વીડિયો પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં કારના લૂક અને ફીચર્સ વિશે જાણ થઇ હતી. ટાટા ટિગોર ઇવીમાં Ziptron EV ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જિપટ્રોન પાવર્ડ ઇલેક્ટ્રીક વ્હીકલ વિશે ટાટા મોટર્સનો દાવો છે કે તેની બેટરી રેન્જ 250 કિમીની હોય છે પરંતુ ટિગોરમાં તે વધારે ચાલશે. આ કારને 10-12 લાખના બજેટમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
ટાટાની આ ઇલેક્ટ્રીક કારમાં 55kWની ઇલેક્ટ્રીક મોટર અને 26kWhનું લિથિયમ આયન બેટરી પેક હશે જે 74bhp (55kW) ની પાવર અને 170Nm સુધીનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 5.9 સેકન્ડમાં 60kmphની સ્પીડ પર કાર ચલાવી શકશો. ટાટા મોટર્સ આ કાર પર 8 વર્ષ અને 1,60,000 km સુધીની બેટરી ગેરન્ટી આપે છે. સિંગલ ચાર્જમાં આ કાર 312 કિમી સુધી ચલાવી શકશો.
ટાટા મોટર્સનો આ દાવો છે કે આ કાર માસ્ટરસ્ટ્રોકથી ઓછી નથી કારણકે ટાટાની સસ્તી કાર જોઇને અન્ય કંપનીઓ પણ પોતાની કારની કિંમત ઘટાડવા માટે મજબૂર થઇ જશે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268