દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજ રોજ નવો અનલૉક પ્લાન જાહેર કર્યો છે. રાજધાનીમાં સોમવારથી પણ લૉકડાઉન ચાલું જ રહેશે, પરંતુ અમુક છુટછાટ આપવામાં આવી રહી છે. કેજરીવાલે કહ્યું કે, બજારો અને મોલને ઓડ-ઈવન ના આધાર પર સવારે 10 કલાકથી 8 કલાક સુધી ખોલવામાં આવશે. તો દુકાનો 7 દિવસ સુધી ખુલશે. મોલની દુકાનો પર પણ ઓડ-ઈવન લાગુ રહેશે.આ સાથે જ પ્રાઈવેટ ઓફિસ 50 ટકાની ક્ષમતાની સાથે ખોલવામાં આવી શકે છે.આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો દરરોજ ખુલશે. દિલ્હી મેટ્રો ટ્રેન માં પણ 50 ટકાની ક્ષમતાની સાથે શરુ કરવામાં આવી રહી છે.સરકારી ઓફિસ માં ગ્રુપ Aના અધિકારી 100 ટકા અને તેમની નીચેના 50 ટકા અધિકારીઓ જ કામ કરશે. જરુરી સેવાઓ સાથે સંકળાયેલા 100 ટકા કર્મચારી કામ કરી શકશે.
શું હવે કોવિશીલ્ડ રસીનો માત્ર એક જ ડોઝ આપવામાં આવશે ? તો જાણો સત્ય

કેજરીવાલે કહ્યું કે, અમે કોરોનાની ત્રીજી લહેરનો મુકાબલો કરવા માટે તૈયાર છીએ.બાળકોના સંક્રમિત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખી અમે પીડિયાટ્રિક ટાસ્ક ફોર્સ ની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સ બાળકોની સારવારની તૈયારીઓનું ધ્યાન રાખશે.તો કોરોના ના નવા વેરિએન્ટને ઓળખવા માટે દિલ્હીમાં 2 જિનોમ સિક્વન્સિંગ લેબ પણ શરુ કરવામાં આવશે.કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓને લઈ કેજરીવાલે કહ્યું કે,વિશેષજ્ઞોની સાથે વાત કરવામાં આવી છે. જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે, દિલ્હીમાં ત્રીજી લહેરમાં 37,000 કેસને ધ્યાનમાં રાખીને તૈયારી શરુ કરવામાં આવશે. તે મુજબ કોવિડ બેડ અને આઈસીયું બેડ તૈયાર કરવામાં આવશે. 64 હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ લગાડવામાં આવશે. તે કામ શરુ થઈ ચૂક્યું છે.કોવિડની સારવારમાં મદદ થનારી દવાઓનો બફર સ્ટોક પણ બનાવવામાં આવશે.

મુખ્યપ્રધાને કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસો પહેલા ઓક્સિજનની ખુબ તંગી સર્જાઇ હતી. જેને જોતા IGLને 150 ટનના ઓક્સિજન પ્લાન્ટ શરુ કરવાનું કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં 420 મીટ્રિક ટન ઓક્સિજનનો સ્ટોરેજ કરવામાં આવશે. 25 ઓક્સીજન ટેન્કર પણ ખરીદવામાં આવશે.કેજરીવાલે કહ્યું કે, ડૉક્ટરોની એક ટીમ બનાવવામાં આવી છે. જે વૉટ્સએપ પર દવાઓ વિશે જણાવશે કે, તે દવાઓ કોરોનાની સારવાર માટે યોગ્ય છે કે નહિ.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક