દેશમાં હવે આગામી કેટલાક વર્ષોમાં ચીન અને જાપાનની જેમ ઝડપી ગતિએ દોડતી બુલેટ ટ્રેનનું સ્વપ્ન સાકાર થશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન બુલેટ ટ્રેનની યોજના અંગે વાત કરતા રેલવે મંત્રીએ કહ્યું હતું કે, દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026 સુધી શરૂ થઇ શકે છે. દેશમાં યાત્રીઓ માટેની સુવિધાઓના વિસ્તાર માટે અનેક ગંભીર પગલાં લેવામાં આવ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. આશા છે કે વર્ષ 2026 સુધીમાં યાત્રીઓ બુલેટ ટ્રેનની સુવિધાનો લાભ ઉઠાવી શકશે. રેલવે હોય કે ટેલિકોમ સરકાર દરેક ક્ષેત્રમાં સુધારાત્મક પગલાં લઇ રહી છે. આશા છે કે આગામી સમયમાં BSNLની કાયાપલટ પણ થશે. છેલ્લા કેટલાક વર્ષોથી રેલવેમાં ભાડું નથી વધારવામાં આવ્યું અને આગામી સમયમાં પણ ભાડું વધારવાની સરકારની કોઇ વિચારણા નથી. રેલવે તંત્રને વધુ મજબૂત બનાવવા માટે સરકાર દરેક રીતે પ્રયાસરત છે. આશા છે કે આગામી એક વર્ષમાં રેલવેનો નફો-નુકસાન બ્રેક ઇવન પર હશે. વર્તમાનમાં કેન્દ્ર સરકાર લોકોને મળતી સુવિધાઓને વધારવા માટે દિવસ રાત કામ કરી રહી છે. છેલ્લા આઠ વર્ષોમાં સરકારે કરેલી દરેક પહેલ અને પગલાંનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે.સ્ટાર્ટઅપ્સના મામલે ભારત આજે સમગ્ર દુનિયામાં અવ્વલ છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારનું પરિણામ છે. સ્ટાર્ટઅપ્સને મજબૂત બનાવવાની દિશામાં પણ સરકાર સતત પ્રયાસ કરી રહી છે. તે ઉપરાંત આગામી બે-અઢી વર્ષમાં દેશમાં સેમીકન્ડક્ટરનું ઉત્પાદન થવા લાગશે. સેમી કન્ડક્ટર ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં મશહૂર બેલ્જિયમની એક સંસ્થાએ ભારતના સેમીકન્ડક્ટર પ્રોગ્રામની સરાહના કરી છે.
Trending
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
- ડોનાલ્ડ ટ્રમ્પ કયા બાઇબલમાંથી શપથ લેશે? તેમની માતા સાથે પણ ખાસ છે સંબંધ