દિલ્હીમાં લોકડાઉન એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું હતું કે લોકડાઉન 17 મેના સવાર સુધી ચાલુ રહેશે અને આ વખતે વધુ સાવધાની રાખવામાં આવશે.
મેટ્રો સેવાઓ પણ આવતા અઠવાડિયા સુધી બંધ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. કોરોના કેસ ઓછા થયા છે, પરંતુ હજી પણ છૂટ આપી શકાય તેમ નથી. જાન હૈ તો જહાં હૈ.
કેજરીવાલે કહ્યું કે દિલ્હીની સૌથી મોટી સમસ્યા ઓક્સિજન મેળવવાની છે. સામાન્ય દિવસની તુલનામાં હાલ ઘણા વધારે ઓક્સિજનની જરૂર પડે છે.
હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના આદેશો અને કેન્દ્રના સહયોગની મદદથી દિલ્હીમાં ઓક્સિજનની સ્થિતિમાં સુધારો થયો છે. પેહલા જ્યારે આ હોસ્પિટલોમાં 2-3 કલાક ઓક્સિજન રહેતું હતું, હાલ એવી પરિસ્થિતી રહી નથી
કેજરીવાલે કહ્યું – લોકડાઉન કરવાનો નિર્ણય મજબૂરીથી લેવામાં આવ્યો હતો
“રસીકરણ ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે,” તેમણે કહ્યું. રસીના સ્ટોકની અછત છે. કેન્દ્ર પાસેથી મદદ માંગવામાં આવી છે અને આશા છે કે, સહયોગ આપવામાં આવશે.
અમે નિષ્ણાત લોકો અને સરકાર વચ્ચે ચર્ચા કરી છે. લોકડાઉન અંગે પણ આવી જ ચર્ચા થઈ હતી. કોરોના કેસ ઘટી રહ્યા છે, પરંતુ સંક્રમણ પોઝિટિવ રેટ 23% છે. આવા સમયે કોઈ છૂટ આપી શકાય તેમ નથી.
કેજરીવાલે કહ્યું કે લોકડાઉન વધુ કડક જરૂર છે. જાન હૈ તો જહાં હૈ. જો આપણે જીવીશું તો આપણે આગળ કઈક કરી શકીશું.
પ્રજા ખાતર અમે લોકડાઉન એક સપ્તાહ વધાર્યું છે. લોકડાઉન આવતા સોમવારે સવારે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે.