દિલ્હીમાં 30 એપ્રિલ સુધી રાત્રી કરફ્યુનો નિર્ણય
રાત્રે 10 થી સવારે 5 સુધી રાત્રી કરફ્યુ રહેશે
કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
કોરોનાની બીજી લહેરે રાજધાની દિલ્હી સહિત સમગ્ર ભારતમાં ડરનો માહોલ એકવાર ફરી ફેલાવ્યો છે, જેના કારણે ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યુ છે.
આ કડીમાં, કેજરીવાલ સરકારે દિલ્હીમાં નાઇટ કર્ફ્યુની પણ જાહેરાત કરી દીધી છે.
તાત્કાલિક અસરથી સરકારે 30 એપ્રિલ સુધી રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી દિલ્હીમાં કર્ફ્યુ આપવાની ઘોષણા કરી છે.
આપને જણાવી દઇએ કે, દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર સતત વધી રહ્યો છે.
સોમવારે દિલ્હીમાં સંક્રમણ દર 5.54 ટકા રહ્યો હતો.
દિલ્હી આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર સોમવારે દિલ્હીમાં 3,548 નવા કેસો આવ્યા જ્યારે 15 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.
આ સિવાય સોમવારે 2,936 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
અત્યાર સુધીમાં 6,79,962 લોકો દિલ્હીમાં કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે.
જેમાંથી 6,54,277 દર્દીઓ સાજા થયા છે.
વળી 11,096 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.
દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ દર 1.63 ટકા છે.
આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે 7 ઓગસ્ટે દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 20 લાખ થઈ ગઈ હતી, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરનાં રોજ 40 લાખથી વધુ થઇ ગઇ હતી.
વળી સંક્રમણનાં કુલ કેસ 16 સપ્ટેમ્બરનાં રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરનાં રોજ 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરનાં રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરનાં રોજ આ કેસો એક કરોડને પાર કરી ગયા હતા.
દિલ્હી સરકારે જારી કરેલા નાઇટ કર્ફ્યુની ગાઇડલાઈન મુજબ આ સમય દરમિયાન ટ્રાફિક અવરજવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં, જે લોકો રસી લગાવવા જવા માંગતા હોય તેઓને છૂટ મળશે પરંતુ તેઓને ઇ-પાસ લેવો પડશે.
કરિયાણુ, શાકભાજી, દૂધ, દવા સાથે જોડાયેલા દુકાનદારોને ફક્ત ઇ-પાસ દ્વારા જ અવર-જવર કરવાની છૂટ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર, સક્રિય કોરોના દર્દીઓ દિલ્હીમાં વધીને 14589 પર પહોંચી ગયા છે.
તેમાંથી 2975 દર્દીઓ દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં દાખલ છે.
વળી કોવિડ કેર સેન્ટરમાં 34 અને કોવિડ મેડિકલ સેન્ટરમાં 49 દર્દીઓ દાખલ છે.
હોમ આઇસોલેશનમાં દર્દીઓની સંખ્યા વધીને 7983 થઈ ગઈ છે.
વળી, વંદે ભારત મિશન અંતર્ગત 5 દર્દીઓ આઇસોલેશનમાં છે.