કોરોનાની બીજી લહેરની અસરથી દેશ માંડ ઉભરી રહ્યો છે. આવામાં ત્રીજી લહેરની ચિંતા અગાઉથી ઘર કરી ગઈ છે. વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર પણ જલ્દી જ દેશમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત વિશેષજ્ઞોનું માનીએ તો ત્રીજી લહેર બાળકોને વધુ પ્રભાવિત કરશે. અને આ કારણે દેશભરમાં ચિંતાનું વાતાવારણ છે. અહેવાલો અનુસાર સરકારે ત્રીજી લેહર સામે લડવા તૈયારીઓ શરુ કરી દીધી છે.કહેવામાં આવી રહ્યું છે રસીકરણ જ ત્રીજી લહેરથી બચવાનું હથિયાર છે. પરંતુ ભારતમાં બાળકો માટે વેક્સિન હજુ સુધી આવી નથી. ભારત હવે બાળકોની વેક્સિન લાવવાની તૈયારીમાં છે. બાળકો પર કોરોનાની રસી કોવેક્સિનનું ટ્રાયલ શરુ થવા જઈ રહ્યું છે. આ ટ્રાયલના પહેલા ચરણમાં કુલ 16 બાળકો સામેલ હશે. તમને જણાવી દઈએ કે આ અગાઉ ભારત બાયોટેકે 12 થી 18 વર્ષના બાળકો પર પટના એઈમ્સમાં વેક્સિન ટ્રાય કરી હતી.
Covaxin કે Covishield, કઈ વેક્સિનથી બને છે વધુ એન્ટીબોડી?
ટ્રાયલ પ્રોસેસમાં બાળકોની પહેલા સ્ક્રીનીંગ કરવામાં આવશે. જેમાં તેઓ સ્વસ્થ છે કે નહીં તે જોવામાં આવશે. આ બાદ બાળકોને વેક્સિન લગાવવામાં આવશે. ટ્રાયલ દરમિયાન બાળકોને કોવેક્સિનના ડોઝ આપવામાં આવશે. આ પહેલા પટના એઈમ્સમાં આ વેક્સિનનું ટ્રાયલ થયું હતું જેમાં 3 જુને બાળકોને વેક્સિન આપવામાં આવી હતી.વિષય નિષ્ણાત સમિતિ દ્વારા 12 મેના રોજ તેની ભલામણ કરવામાં આવ્યા બાદ DCGI ની મંજૂરી આપવામાં આવી છે. બાળકો પર રસીનું ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે ભારત બાયોટેકને 11 મેના રોજ ડીસીજીઆઈની મંજૂરી મળી હતી. જેના પછી ગયા મંગળવારે એઈમ્સ પટના ખાતે કોવેક્સિન માટેની બાળ ચિકિત્સાનું ટ્રાયલ શરુ થયું.\
પટનાના એઈમ્સના ડાયરેક્ટર ડો.પ્રભાતકુમારસિંહે કહ્યું, “આ પરીક્ષણો પછી ઉંમર ગ્રુપને 6-12 વર્ષ અને પછી 2-6 વર્ષમાં વહેંચવામાં આવશે. પરંતુ અત્યારે અમે 12-18 વર્ષની વય જૂથમાં ટ્રાયલ્સ શરૂ કરી દીધા છે.”ટ્રાયલ કરતા પહેલા બાળકોના તમામ પરીક્ષણો સંપૂર્ણ રીતે કરવામાં આવી રહ્યા છે. ડો.સિંહે કહ્યું કે આ કેસ માટે 54 બાળકોએ નોંધણી કરાવી હતી. જેમાંથી 12 થી 18 વર્ષની વય જૂથના 16 બાળકો હતા. તેમણે જણાવ્યું હતું કે શારીરિક પરીક્ષણ ઉપરાંત, આ બાળકો પર COVID-19 એન્ટિબોડીઝ અથવા અન્ય કોઇ અસ્તિત્વમાં રહેલા રોગોની તપાસ માટે આરટી-પીસીઆર પરીક્ષણો પણ લેવામાં આવ્યા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268