વૈજ્ઞાનિકો આપેલી ચેતવણી કે જેમાં તેઓએ કહ્યું હતું કોરોના ની બીજી લહેર કરતા વધુ ઘાતક છે તે સાચી પડી રહી હોય તેવું જણાઈ રહ્યું છે.
હાલ સંપૂર્ણ દેશમાંથી કોરોના ના રોજ લગભગ એક લાખથી વધુ કેસો સામે આવ્યા છે.
એમાં પણ મહારાષ્ટ્રમાં તો રોજના ૬૦,૦૦૦ જેટલા કેસો સામે આવ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્ય માંથી જ એક એવી ઘટના સામે આવી છે જેમાં એક સાથે 93 લોકો કોરોના પોઝિટિવ થયા હતા.
મહારાષ્ટ્ર બુલઢાણા જિલ્લાના પોટા ગામમાં એક વ્યક્તિના મૃત્યુ પાછળ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું.
જે બાદ ત્યાં આવેલા લોકોમાંથી ૯૩ જેટલા લોકો કોરોના સંક્રમિત થયા છે.
જેના લીધે આખા ગામને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયું છે. જણાવી દઈએ કે આ ગામની વસ્તી 700 ની આસપાસ છે અને એમાંથી 93 લોકોને કોરોના થતા આખા ગામને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કર્યું છે.
ખબર મુજબ જે વ્યક્તિનું મૃત્યુ થયું હતું તે વ્યક્તિ કોરોના દર્દી હતો. તેના મૃત્યુને તેર દિવસ બાદ પરિવારજનોએ મૃત્યુ ભોજ યોજ્યો હતો.
હાલ અધિકારીઓ દ્વારા ગામમાં સતત ચાલી રહ્યું છે અને કોરોના ન ફેલાય તે માટે તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
આંકડા સામે જોઈએ તો 13 એપ્રિલના રોજ મહારાષ્ટ્રમાં 60000 જેટલા કેસ સામે આવ્યા હતા જ્યારે 281 દર્દીઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
આટલા મોટા આંકડાઓ સામે આવ્યા બાદ મહારાષ્ટ્રની સરકાર લોકડાઉન લગાડવા અંગે વિચારણા ચાલી રહી છે