અફઘાનિસ્તાનમાં તાલિબાનની એન્ટ્રી બાદ બધું જ બદલાઈ ગયું છે. મોટાભાગના દેશોએ ત્યાં પોતાના દૂતાવાસ બંધ કરી દીધા છે. રાજદ્વારી અને નાગરિકોને પાછા લાવવામાં આવ્યા છે. ભારતે પણ કાબુલમાં પોતાનું દૂતાવાસ ખાલી કરી દીધું છે અને રાજદ્વારીઓને પાછા બોલાવી લેવામાં આવ્યા છે, પરંતુ તાલિબાન સાથે સંબંધો બનાવી રાખવા ઇચ્છે છે. તાલિબાને ભારતને વિનંતી કરી છે કે કાબુલમાં રાજદ્વારી ઉપસ્થિતિ ચાલું રાખે.
જો કે અત્યાર સુધી ભારત સરકાર તરફથી આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. રિપોર્ટ પ્રમાણે તાલિબાનના વરિષ્ઠ નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિક્ઝઈએ કાબુલ પર 15 ઑગષ્ટના કબજા બાદ પોતાના સંપર્ક સૂત્ર દ્વારા ભારતને સંદેશ મોકલ્યો હતો. આમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય ઑથોરિટીને જણાવવામાં આવે કે કાબુલમાં તેમને કોઈ ખતરો નથી. રિપોર્ટ પ્રમાણ એ પણ કહેવામાં આવ્યું છે કે, ‘જો ભારતને એ વાતની ચિંતા છે કે લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, લશ્કર ઝાંગવી અથવા હક્કાની ગ્રુપથી તેના દૂતાવાસને કોઈ ખતરો છે તો આવું નથી. તાલિબાન તરફથી ભારતને ભરોસો અપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે કાબુલ તાલિબાન પાસે છે, અહીં કોઈ બીજું (લશ્કર, જેશ, ઝાંગવી) નથી.
સ્ટેનિક્ઝઈ તાલિબાનના ટોચના નેતાઓમાં સામેલ છે. 15 ઑગષ્ટના કાબુલ પર તાલિબાનના કબજા બાદ જ્યારે ભારત પોતાના રાજદ્વારીઓને નીકાળવાની તૈયારીમાં હતું ત્યારે સ્ટેનિક્ઝઈએ પોતાના સંપર્ક સૂત્ર દ્વારા આ સંદેશ મોકલ્યો હતો. ગઈકાલે એસ. જયશંકરે કહ્યું હતું કે, અફઘાનિસ્તાન પર ભારત અત્યારે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યું છે. દુનિયાના લોકશાહી દેશ તાલિબાની સરકારને લઈને જે વલણ અપનાવશે, ભારત પણ એ અનુસાર પોતાનો નિર્ણય લેશે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268