તાઉતે વાવાઝોડા દરમિયાન મુંબઈના દરિયામાં બાર્જ પી-305 ડૂબવાની ઘટનામાં
338 લોકોના જીવ જોખમમાં મુકીને ભાગી ગયેલા બાર્જના કેપ્ટન પર મુંબઈ પોલીસે FIR નોંધી છે.
તાઉતે વાવાઝોડા દરમિયાન મુંબઈના દરિયામાં બાર્જ પી-305 ડૂબવાની ઘટનામાં
અત્યાર સુધીમાં 51 લોકોના મૃતદેહ મળ્યાં છે,
જયારે 27 લોકોની શોધખોળ હજી પણ શરૂ છે.
તાઉતે વાવાઝોડા દરમિયાન મુંબઇના દરિયામાં ડૂબી ગયેલા બાર્જ પી-305 ના કેસમાં
મુંબઈ પોલીસે જહાજના કેપ્ટન રાકેશ બલ્લવ સામે કેસ નોંધ્યો છે.
પોલીસે આ કેસમાં રેસ્ક્યું કરાયેલા જહાજના ચીફ એન્જીનીયર રેહમાન શેખ સહિત ઘણા લોકોના નિવેદનો નોંધ્યા હતા.
તાઉતે વાવાઝોડા દરમિયાન Barge P305 દરિયાકાંઠેથી 120 નોટીકલ માઈલ દુર હતું.
બાર્જ પી-305 કેપ્ટન રાકેશ બલ્લવે આવા સમયે જહાજ પર સવાર 338 લોકોને બચાવવા જોઈએ
એના બદલે આખા જહાજના સંચાલનની જવાબદારી અને જહાજમાં સવાર લોકોના જીવ બચાવવાની જવાબદારી જેના પર હતી
એ કેપ્ટન રાકેશ બલ્લવ બાર્જ પર સવાર 338 લોકોના જીવ જોખમમાં મુકીને ભાગી ગયો હતો.
તાઉતે વાવાઝોડા દરમિયાન મુંબઇના દરિયામાં
Barge P305 ડૂબવાની ઘટનામાં ભારતીય નેવીના પ્રવક્તા ના નિવેદન અનુસાર બાર્જ પી-305માં
51 લોકોના મૃતદેહ મળ્યાં છે,
જયારે 27 લોકોની શોધખોળ હજી પણ શરૂ છે.
રેસ્ક્યુ કરાયેલા 50 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કરાયેલા લોકોના નિવેદન અનુસાર વાવાઝોડું આવે તે પહેલાં કેપ્ટન બલ્લવે કહ્યું હતું કે બાર્જ ડૂબશે નહીં
અને તે પોતે એક બોટમાં બેસી બાર્જ છોડીને ભાગી ગયો હતો.
જહાજમાં સવાર લોકોના આ ખુલાસા બાદ કેન્દ્ર સરકારે તપાસના આદેશ આપ્યા હતા.
આ સમગ્ર મામલે મુંબઈ પોલીસ ના પ્રવક્તા DCP એસ ચૈતન્યએ જણાવ્યું,
“બાર્જ પી-305ના કેપ્ટન રાકેશ બલ્લવે તાઉતે વાવાઝોડા અંગે આપવામાં આવેલી તમામ ચેતવણીને અવગણી.
તેમની આ મોટી બેદરકારીને કારણે 50થી વધુ લોકોના મૃત્યુ થયા છે.
અમે અત્યાર સુધી કેપ્ટન અને બાર્જ પી-305 ના અન્ય લોકો સામે એફઆઈઆર નોંધી છે.
અમે આ કેસની તપાસ કરી રહ્યા છીએ અને આમાંથી મળેલી માહિતીના આધારે ટૂંક સમયમાં
આ અકસ્માત માટે જવાબદાર અન્ય અધિકારીઓ સામે કેસ દાખલ કરીશું.”
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268