કોરોનાના નવા મ્યુટંટે દેશ માં હાહાકાર મચાયો છે.
છેલ્લા ૨ અઠવાડિયામાં આ નવા પ્રકારના કોરોનાના કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે.
આ પ્રકારના કોરોનામાં લોકોમાં ઓક્સિજન નું પ્રમાણ નિરંતર ઓછું થતું જાય છે અને છેલ્લા કેટલાક સમય માં આવા કોરોનાના કેસની સંખ્યા ખુબજ મોટા પ્રમાણ માં વધી રહી છે.
કેસ ની સંખ્યા બેકાબૂ થતાં દેશ માં રહેલો ઓક્સિજન નું ઉત્પાદન વધારવું પડેલ છે.
પરંતુ ખુબજ ઓછા સમયમાં અચાનક કોરોના કેસની સંખ્યા વધતાં દર્દીઓ માટે ઓક્સિજન ખૂટી પડ્યો છે. જેના કારણે મૃત્યુદર માં પણ વધારો થયો છે.
The Tata group is importing 24 cryogenic containers to transport liquid oxygen and help ease the oxygen shortage in the country. #ThisIsTata@PMOIndia @narendramodi @AmitShah
— Tata Group (@TataCompanies) April 20, 2021
આમ આ વણસી રહેલી સ્થિતિ ને જોતાં ટાટા ગ્રુપ્સ એ ખૂબ જ મહત્વ પૂર્ણ નિયમ લેતા જણાવ્યું કે , ટાટા ગ્રુપ્સ ઓફ કંપની લિક્વિડ ઓક્સિજન ના ટ્રાનસપોર્ટ માટે ૨૪ ક્રાયોજેનિક કન્ટેનર્સ ની આયાત કરસે.
જેના દ્વારા દેશ માં ઊભી થયેલી ઓક્સિજન ની અછત ને દૂર કરવામાં અમુક અંશે મદદ મળશે.
આમ આ સારા સમાચાર ટાટા ગ્રુપ એ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું.
બીજી બાજુ પ્રધાન મંત્રી ધ્વારા પણ કહવામાં આવ્યું કે ઓક્સિજનની અછત દૂર કરવા તેઓ ફાર્મા કંપની તેમજ સ્ટોક હોલ્ડર્સ સાથે મળીને નવા ઉપાયો શોધી રહ્યા છે.
તેવામાં ટાટા ગ્રુપ ધ્વારા લેવાયેલા આ નિર્ણય સામન્ય જનતા ને રાહત આપે છે કે પૂરો દેશ મળી ને આ પરિસ્થિતિ ને ઠંડી પાડવા સજ્જ છે.