ફરી એકવાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ થાપણદારોની ચિંતામાં વધારો કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ RBIએ આ બેંકનું લાયસન્સ રદ્દ કરી દીધું છે. જેને કારણે બેંકની સાથો-સાથ થાપણદારો પણ ચિંતામાં મુકાયા છે.લોકોને આ ચિંતા સતાવી રહી છે કે , હવે રોકાણકારોના પૈસાનું શું થશે? જેણે બેંકમાં પોતાની પરસેવાની કમાણી જમા કરાવી છે તેનું શું થશે?
જ્યારે પણ કોઈ બેંક સરકારે નક્કી કરેલાં ધારા-ધોરણ કે બેંકના અધિનિયમોનું ઉલ્લંઘન કરે તો રિઝર્વ બેંક તેને નોટિસ આપતી હોય છે એ ઉલ્લેખનીય છે અને જો કોઈ ષડયંત્ર કરવાનો પ્રયાસ કરે અથવા કોઈપણ પ્રકારની શંકા ઉપજાવે તેવું કૃત્ય કરવામાં આવે તો RBI એવી બેંકનું લાયસન્સ રદ્દ કરી દેતી હોય છે.ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પશ્વિમ બંગાળના બગનાનમાં આવેલ યૂનાઈટેડ કોઓપરેટિવ બેંક લિમિટેડના લાયસન્સને રદ્દ કરી દીધું છે. આ બેન્ક પાસે બિઝનેસ માટે પૂરતી મૂડી નહિં હોવાને કારણે અને આવકની સંભાવનાઓ નહિં દેખાતી હોવાને કારણે કેન્દ્રીય બેન્કે આ કાર્યવાહી કરવી પડી છે. રિઝર્વ બેન્કે એક નિવેદનમાં કહ્યું કે, આ સાથે જ બેન્કે 13 મે, 2021એ ઓફીસ બંધ કર્યા પછી તરત જ બેન્કિંગ બિઝનેસ બંધ કરવાનો રહેશે.
RBI ના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બેન્ક દ્વારા તમામ થાપણદારોને આપવામાં આવેલ આંકડા પ્રમાણે ડિપોઝીટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન પાસેથી તેમની થાપણના પૂરતા પૈસા પરત કરવામાં આવશે. ડીઆઈસીજીસી અધિનિયમ, 1961ની જોગવાઈઓ હેઠળ જમાકર્તા પાંચ લાખ રૂપિયા સુધીની થાપણ માટે દાવો કરી શકે છે. રિઝર્વ બેન્કે વધુમાં જણાવ્યું કે, બેન્ક પાસે પૂરતી મૂડી અને આવકની સંભાવનાઓ નથી. સાથે જ બેન્ક પોતાની વર્તમાન નાણાકીય સ્થિતિમાં પોતાના થાપણદારોને તેના પૂરતા પૈસાની ચૂકવણી કરવામાં સક્ષમ નહિં હોય.
વધુ વાંચો
જાણો RBI એ રદ્દ કર્યું કઈ Bank નું લાયસન્સ, રોકાણકારોની વધતી ચિંતા, જાણો તમારી થાપણનું હવે શું થશે?
WHO એ આપી ચેતાવણી: WHO એ અમીર દેશોને કરી અપીલ, અત્યારે બાળકોને ન લગાવો કોરોના વેક્સીન.