દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 26 દિવસમાં આ પહેલીવાર છે, જ્યારે એક જ દિવસમાં 3 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. ગઈકાલે દેશમાં 2 લાખ 81 હજાર 683 લોકોમાં કોરોનાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ અગાઉ 20 એપ્રિલના રોજ કોરોનાના 2.94 લાખ નવા કેસ નોંધાયા હતા.જોકે કોરોનાને કારણે થયેલાં મોતની ગતિ ધીમી પડવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે 4,092 લોકો મૃત્યુ પામ્યા હતા. રાહતની વાત એ છે કે આ દરમિયાન 3 લાખ 78 હજાર 388 લોકો સાજા થયા હતા. આ એક દિવસમાં સાજા થનારા લોકોની આ બીજી સૌથી વધુ સંખ્યા છે.
હાલ દેશમાં 35 લાખ 12 હજાર 660 કોરોના સંક્રમિતોની સારવાર કરવામાં આવી રહી છે. આ અગાઉ 8 મેના રોજ કોરોનાથી 3.86 લાખ લોકો સ્વસ્થ થયા હતા.આ રીતે એક્ટિવ કેસ એટલે કે સારવાર હેઠળના લોકોની સંખ્યામાં એક લાખ 846નો ઘટાડો થયો છે. દેશમાં મહામારી શરૂ થયા પછી એક્ટિવ કેસોમાં આ સૌથી મોટો ઘટાડો છે.
હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 35.12 લાખ,અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 2.74 લાખ
અત્યારસુધી સાજા થયા: 2.11 કરોડ,અત્યારસુધીમાં કુલ કેસ: 2.49 કરોડ
છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 3.78 લાખ,છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 4,092
જયારે છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 2.81 લાખ
વધુ વાંચો
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268