નરેન્દ્ર સરોવરથી ઓડિશાના પુરીમાં 21 દિવસ ચાલતી ચંદનયાત્રા શરૂ થઈ ચૂકી છે. તેની સાથે જ જગન્નાથજીની રથયાત્રા માટે રથોનું નિર્માણ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે શરૂ થઈ ગયું છે.જેમના કોરોના રિપોર્ટ નેગેટિવ છે ,મંદિરના અનુષ્ઠાનો અને રથ નિર્માણમાં લાગેલા એ પૂજારીઓ અને કારીગરોને મંજૂરી અપાઈ છે તંત્ર રથયાત્રા સંબંધિત તમામ પૂજારીઓ, પુરોહિતો અને સેવકોની યાદી પણ તૈયાર કરી રહ્યું છે. સોમવારથી તમામને કોરોનાની વેક્સિન અપાશે જેથી બે મહિના પછી જ્યારે રથયાત્રા શરૂ થયા ત્યાં સુધી બંધાને વેક્સિનના બંને ડૉઝ આપી દેવાયા હોય.
બીજી બાજુ સ્થાનિક તંત્રએ નક્કી કર્યું છે કે ગત વર્ષની જેમ આ વખતે પણ રથયાત્રા દર્શનાર્થીઓ વિના જ પૂર્ણ થશે.ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે દર વર્ષે 3 રથ બનાવાય છે. આ રથોમાં પૈડાથી લઇને શિખરના ધ્વજદંડ સુધી 34 અલગ અલગ ભાગ હોય છે. ત્રણેય રથના નિર્માણમાં 4000 લાકડાના હિસ્સા તૈયાર કરવામાં આવે છે.આ લાકડું નયાગઢ, ખુર્દા, બૌધ વિસ્તારના જંગલોથી 1000 વૃક્ષો કાપીને એકઠું કરવામાં આવે છે. તેમાં 8-8 ફૂટના 865 લાકડાના જાડા થડ એટલે કે 13000 ક્યૂબિક ફૂટ લાકડાનો વપરાશ થાય છે.
વધુ વાંચો
જાણો ઓક્સિજનનાં કાળાં બજાર : ઓક્સિજનના બ્લેક માર્કેટિંગના આરોપી નવનીત કાલરાની દિલ્હીમાં ધરપકડ.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268