કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા રચવામાં આવેલી નિષ્ણાંતોની કમિટી દ્વારા ભારે ચિંતાજનક અહેવાલ આપવામાં આવ્યો છે અને એવી ચેતવણી આપવામાં આવી છે કે ઓકટોબર માસમાં દેશમાં કોરોનાવાયરસ ની ત્રીજી લહેર પિક્ પર રહેવાની શક્યતા છે અને બાળકો સૌથી વધુ જોખમમાં છે.
આ કમિટીએ એમ પણ કહ્યું છે કે દેશભરમાં કોઈ રાજ્યમાં અગાઉથી કોઇ તૈયારી થઈ હોય તેવું દેખાતું નથી અને ખાસ કરીને બાળકો માટે વેન્ટિલેટર એમ્બ્યુલન્સ તેમજ ડોક્ટરો અને આરોગ્ય સ્ટાફ સહિતની કોઈ તૈયારી અત્યાર સુધી દેખાતી નથી તે ચિંતાની બાબત છે.
સમિતિના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જો કોરોનાવાયરસ મહામારીની ત્રીજી લહેરમાં બાળકો મોટી સંખ્યામાં હડફેટે ચડી જાય તો તેમને યોગ્ય સારવાર અને ઝડપી સારવાર આપવા માટેની કોઈ સુવિધા અગાઉથી કોઇ રાજ્યમાં તૈયાર કરવામાં આવી નથી.
અહેવાલ વડાપ્રધાનના કાર્યાલય માં રજુ કરી દેવામાં આવ્યો છે. જો કે આ પહેલા પણ નીતિ પંચના સભ્ય ડોક્ટર વી.કે. પોલ દ્વારા એવી ભલામણ કરવામાં આવી હતી કે ભવિષ્યમાં કોરોનાવાયરસ મહામારી દરમિયાન દરેક 100 પોઝિટિવ કેસ પૈકી 23 લોકો ને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે માટે તે મુજબ ની તૈયારી થવી જોઈએ.
2020 ના સપ્ટેમ્બર માસમાં પણ દેશભરમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા કેસ કેટલા હશે તેની ટકાવારી અંગે અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી અને કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર માં સૌથી વધુ કેસ નીકળી પડ્યા હતા. એ વખતે દેશભરમાં ઓક્સિજન ની ભારે ખેચ પડી ગઈ હતી અને દેકારો બોલી ગયો હતો.
દરમિયાનમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા રચવામાં આવેલી નિષ્ણાંતોની કમિટી દ્વારા હવે ઓકટોબર માસમાં ત્રીજી લહેર મોટા પાયે ફેલાઈ જશે તેવી ચેતવણી આપવામાં આવી છે ત્યારે ખાસ કરીને બાળકો પર વધુ જોખમ હોવાની શક્યતા છે અત્યારે સંભવિત બાળ દર્દીઓ માટે અગાઉથી તમામ વ્યવસ્થા કરવાની જરૂર છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268