અત્યારે દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે તે પ્રથમ લહેર કરતા વધુ ઘાતક હોય તેવું જણાઈ રહ્યું છે.
જેના પગલે વિવિધ રાજ્યોની રાજ્ય સરકાર દ્વારા કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરનારને દંડ કરવામાં આવે છે.
પરંતુ જ્યારે દંડ ઉઘરાવનારને જ દંડ આપવો પડે તો ?
આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે.
ઉત્તર પ્રદેશના આગ્રામાં પોલીસ કર્મચારીએ માસ્ક ન પેહરી ને ભૂલ કરી હતી.
ઉત્તર પ્રદેશના આગ્રામાં કાગરૂલ પોલીસ સ્ટેશનની આ ઘટના છે. આગ્રામાં લોકો માસ્ક પહેરે અને કોવિડ ગાઈડલાઈનનો પાલન કરે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
જ્યારે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વગર માસ્ક પહેરે લોકો પાસેથી દંડ ઉઘરાવવા ગયા હતા ત્યારે ઉલટાનું તેમને દંડ ભરવાનો વારો આવ્યો હતો.
કાગરૂલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ બજારો બંધ કરાવવા નીકળ્યા હતા તે સમયે તેઓએ પોલીસની વર્દી પહેરી ન હતી. કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા નીકળેલા આ પોલીસ કર્મચારીઓએ પોતે જ માસ્ક પેહર્યું ન હતું.
જેના પગલે દુકાનદારો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો વાયરલ કર્યો હતો.
વીડિયો વાયરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. જેના લીધે માસ્ક ન પહરેલ કર્મચારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.
સમગ્ર ઉત્તરપ્રદેશમાં સંક્રમણ ઝડપથી વધતાં સરકાર દ્વારા વિકેન્ડ લોકડાઉન લગાડવામાં આવેલ છે.