આટલા દિવસોના ભયંકર દ્રશ્યો બાદ કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આવામાં વેક્સિન જ એકમાત્ર હથિયાર છે. ત્યારે 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ વેક્સિન લગાવી રહ્યા છે. વેક્સિનને લઈને બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. પરંતુ અમુક લોકો માટે ફરી 28 દિવસના સમયગાળાની છૂટ આપવામાં આવી છે. જી હા હવે આ વ્યક્તિઓ 28 દિવસ બાદ વેક્સિન લઇ શકશે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જરૂરી કામ માટે વિદેશ મુસાફરી કરનારાઓને કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ વહેલા આપવાની મંજૂરી આપી છે. આવા લોકો હવે કોવિશિલ્ડનો બીજો ડોઝ 28 દિવસ પછી લઈ શકશે. જ્યારે બાકીના લોકો માટે 12 થી 16 અઠવાડિયાની સમય મર્યાદા પહેલાની જેમ ચાલુ રહેશે.
મહાત્મા ગાંધીજીની પપૌત્રીને 7 વર્ષની જેલની સજા,શા માટે મળી ??: જાણો વધુ

આ વિશે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, જેમણે રોજગાર, શિક્ષણ, ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ જેવા કારણોસર તાત્કાલિક વિદેશ જવું પડે એમ છે, પરંતુ તેઓએ કોવિશિલ્ડનો એક જ ડોઝ લીધો છે અને હજુ બીજો ડોઝ લેવાનો બાકી છે. તેમને આ છૂટ આપવામાં આવી રહી છે. જે લોકોને પ્રથમ ડોઝ પછી 28 દિવસ થઇ ગયા હોય તેઓ આ લાભ લઈ શકે છે.

સરકારે આ વિશે વધુમાં કયું કે આવા લોકોને 31 ઓગસ્ટ 21 સુધી આ સુવિધા મળશે. તેમના રસીકરણના પ્રમાણપત્ર પર પાસપોર્ટ નંબર પણ નોંધવામાં આવશે. આ સાથે તેઓએ રસીકરણ સમયે પાસપોર્ટ પણ રજૂ કરવો પડશે.કેન્દ્રએ આ બાબતે રાજ્યોને આવા લોકોને સુવિધા પુરી પાડવા જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીઓ જાહેર કરવા જણાવ્યું છે. જે દસ્તાવેજોની ચકાસણી બાદ આવા કેસોમાં વહેલી રસીકરણની મંજૂરી આપશે. જેમાં મંત્રાલયે કહ્યું કે આવા લોકોએ તેમના દસ્તાવેજોમાં રસીના પ્રકારને બદલે કોવિડશીલ્ડ લખવું પડશે. અન્ય કોઈ વિગતો ભરવાની જરૂર નથી.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક