બુધવારે સરકારે કહ્યું હતું કે કોરોનાવાયરસ ત્રીજી લહેર ટાળી શકાય તેમ નથી, જેના લીધે તેની સમયમર્યાદાની આગાહી કરી શકાતી નથી.
બુધવારે આરોગ્ય બાબતોના મંત્રાલય દ્વારા એક પ્રેસ બ્રીફિંગમાં અધિકારીઓએ કહ્યું હતું કે દેશમાં હાલમાં આવેલ કોરોના લહેર અપેક્ષિત ન હતી.
મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને ઉત્તર પ્રદેશ સહિત 12 રાજ્યોમાં 1 લાખથી વધુ સક્રિય કોવિડ કેસ છે, એમ સરકારે જણાવ્યું હતું.
કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહાર એવા રાજ્યોમાં શામેલ છે જે દૈનિક કેસોમાં વધી રહેલા વલણને દર્શાવે છે.
સરકારે એમ પણ કહ્યું હતું કે 24 રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રો કોવીડ પોઝિટિવિટી રેટમાં 15 ટકાથી વધુ દર્શાવે છે.
પહેલી મેથી નવ રાજ્યોમાં 18-44 વર્ષની વય જૂથના 6.71 લાખ લોકોને રસી આપવામાં આવી છે.
કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવાને જણાવ્યું હતું કે, “વાયરસના સ્તરને ધ્યાનમાં રાખીને વાયરસનો ત્રીજો તબક્કો ટાળી શકાય તેમ નથી,સાથે સાથે આ તબક્કો કેટલા સમય સુધી ચાલશે તે જણાવી શકાય તેમ નથી. આપણે નવી લહેર માટે તૈયાર રહેવું જોઈએ.” .
ડો. વી.કે. પૌલે ચિકિત્સકોને આગળ આવવા અને કોરોનાવાયરસથી ચેપગ્રસ્ત લોકો અને ઘરના પરિવારોને ઓનલાઇન નિદાન પ્રદાન કરવા વિનંતી કરી.
“બદલાતા વાયરસ પ્રત્યેનો પ્રતિસાદ એકસરખો જ રહેશે. આપણે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, સ્વચ્છતા, બિનજરૂરી મીટિંગ્સ અને ઘરે રોકાવાની યોગ્ય ઉપાયોને અનુસરવાની જરૂર છે,” ડો. પોલે કહ્યું.
એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ રોગ પ્રાણીઓથી માનવ સુધી ફેલાતો નથી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, વિદેશથી આવતી વિદેશી સહાયની દેખરેખ વરિષ્ઠ અધિકારીઓના જૂથ દ્વારા કરવામાં આવે છે.
તેમણે કહ્યું, “અમારા તકનીકી ડિપાર્ટમેન્ટે ગુણવત્તા જાણવા માટે માર્ગદર્શિકા બનાવી છે કે સાધનસામગ્રી કઈ હોસ્પિટલ માટે યોગ્ય છે. ઉપકરણોને હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહી છે જ્યાં તાત્કાલિક જરૂરિયાત અનુભવાઈ છે,” તેમણે કહ્યું.
અગ્રવાલે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રના 11 જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસથી કોવિડ કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે સાતારા અને સોલાપુર જેવા કેટલાક જિલ્લાઓમાં છેલ્લા બે સપ્તાહમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર દેશભરમાં તમામ આરોગ્ય સુવિધાઓની ક્ષમતા વધારવા માટે સતત પ્રયત્નો કરી રહી છે.