કોરોના સંપૂર્ણ ભારતમાં હાહાકાર મચાવી રહ્યો છે. રોજ લગભગ હજાર કરતા વધારે દર્દીઓ મૃત્યુ પામે છે.
એવામાં મહારાષ્ટ્રમાંથી એક હૃદય કંપાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં કોરોના સંપૂર્ણ પરિવારનો ભોગ લીધો છે.
મહારાષ્ટ્રના પુનામાં કોરોના ફક્ત અને ફક્ત પંદર દિવસમાં આખા પરિવારને ભરખી ગયો.
જાધવ પરિવારના પાંચ સભ્યો છેલ્લા પંદર દિવસમાં કોરોના ના લીધે મૃત્યુ પામ્યા છે.
મૃતકોના નામ જણાવીએ તો અલકા જાધવ, રોહિત જાધવ, અતુલ જાધવ વૈશાલી ગાયકવાડ છે.
જાણકારી અનુસાર સંપૂર્ણ પરિવાર પૂજા ના લીધે એકઠો થયો હતો.
જેના લીધે પુરા પરિવારને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને ત્યારબાદ એક એક કરીને એમ પૂરો જાધવ પરિવાર મૃત્યુ પામ્યો હતો.
થોડા દિવસો પહેલા પરિવારમાં ઘરે એક પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરિણામે પરિવારના બધા સભ્યો એકઠા થયા હતા. ફોટા માં આવેલ દરેક વ્યક્તિએ પોતાના જ પરિવારના હોવાથી તમામ લોકો નિશ્ચિંત હતા.
પરંતુ કોઈ એક વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાથી આખા પરિવારને સંક્રમણ લાગ્યું હતું અને સ્થિતિ બગડતા 15 દિવસોમાં સમગ્ર પરિવાર કોરોનાને લીધે મૃત્યુ પામ્યો હતો.
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાંથી 60 હજારથી વધુ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 400 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જેના લીધે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા પુરા મહારાષ્ટ્રમાં કર્ફ્યુ લગાવામાં આવેલ છે.