ભારતમાં કોરોના વાયરસના નવા કેસ અને મોતના આંકડામાં ઉતાર ચઢાવ ચાલુ છે. દેશભરમાં એકવાર ફરીથી 2 લાખથી વધુ કોવિડ-19ના કેસ નોંધાયા છે. જ્યારે 3800થી વધુ લોકોના મોત થયા છે. આ અગાઉ બુધવારે બહાર પડેલા આંકડા મુજબ 2.08 લાખ નવા કેસ નોંધાયા હતા અને 4100થી વધુ લોકોના મોત થયા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી 21,57,857 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી હાથ ધરાયેલા કોરોના ટેસ્ટનો આંકડો 33,69,69,352 પર પહોંચી ગયો છે.
શું Black fungus કોરોનાના ચેપ વગર પણ થઇ શકે છે ? જાણો ઘરેલું ઉપચાર
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસ ના નવા 2,11,298 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 2,73,69,093 પર પહોંચી ગયો છે. જો કે એક દિવસમાં 2,83,135 દર્દીઓ કોરોનાથી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં 2,46,33,951 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં 24,19,907 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ 20,26,95,874 રસીના ડોઝ અપાયા છે.
કોરોના વાયરસની બીજી લહેરમાં સૌથી વધુ પ્રભાવિત દિલ્હી અને મહારાષ્ટ્રમાં હવે ધીરે ધીરે કોરોનાનો કહેર ઓછો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24,752 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 453 દર્દીઓના મોત થયા છે. આ બાજુ દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 2 ટકાથી ઓછો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1491 નવા કેસ નોંધાયા છે. જ્યારે 130 લોકોના મોત થયા છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268