અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી આવેલી એક મહિલાના પર્સમાંથી 35 હજારની રોકડ ચોરાઈ હતી,
જેથી તેમણે સ્ટાફને જાણ કરી હતી.
જેથી સ્ટાફે ત્યાં સામાન લોડ કરતા લોડરોની તપાસ કરી હતી,
જેમાંથી ત્રણ વ્યક્તિ અવારનવાર અનેક મુસાફરોનો સામાન ચોરી કરી ચૂક્યા હોવાનો ઘટસ્ફોટ થતાં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે,
અમદાવાદમાં મોટેરા વિસ્તારમાં રહેતા સાગરભાઈ હેમનાની ઘણા સમયથી ઈન્ડિગો ફ્લાઈટમાં એરપોર્ટ મેનેજર તરીકે નોકરી કરે છે.
તેઓ ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ-1 પર ફરજ પર હાજર હતા.
આ દરમિયાન ફ્લાઈટના કસ્ટમર સર્વિસ તથા સિક્યોરિટી અને કોમર્શિયલ ઈન્ચાર્જ તરીકે તેઓ પોતાની ફરજ અદા કરી રહ્યા હતા.
આ દરમિયાન ડોમેસ્ટિક એરપોર્ટ પર એક ફ્લાઈટ આવી પહોંચી હતી,
જેમાં એક મહિલાએ ફ્લાઈટના સ્ટાફને ચોરી થઈ હોવાની જાણ કરી હતી.
જાણો RBI એ રદ્દ કર્યું કઈ Bank નું લાયસન્સ, રોકાણકારોની વધતી ચિંતા, જાણો તમારી થાપણનું હવે શું થશે?
આ ફ્લાઈટમાં એક મહિલા પેસેન્જર નિધિબેને સ્ટાફના કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ રણવીર સિંહને જણાવ્યું હતું કે તેમણએ પોતાની બેગ લીધી ત્યારે બેગના બંને ઝીપલોક ખુલ્લા હતા અને બેગ ચેક કરતાં એમાંથી રોકડા રૂપિયા 35 હજાર ચોરી થયા હતા,
જેથી હાજર સ્ટાફના લોકોએ સાગરભાઇને આ અંગે જાણ કરી હતી.
ત્યારે તપાસ કરતાં ફ્લાઇટના હોલ્ટમાં તેમજ અને ફરજ પર હાજર લોડરોની તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી.
ત્યારે ફ્લાઈટમાં લોડિંગ-અનલોડિંગનું કામ ચાલુ હતું.
એ વખતે પાછળના હોલ્ટમાં લોડર ગૌરાંગ રાણા, નીતિન ગુજ્જર અને વિજય હાજર હતા.
આ ત્રણેયને ચેક કરતાં ગૌરાંગ રાણાના ખિસ્સામાંથી રૂપિયા મળી આવ્યા હતા.
ત્યાં હાજર કર્મચારી કમલેશભાઈ ભીલની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે
આ ત્રણેય અવારનવાર પેસેન્જરોની બેગમાંથી ચોરીઓ કરે છે અને તેમને ઘણી વખત ચોરી નહીં કરવા સમજાવ્યું હતું,
પરંતુ તેઓ માનતા ન હતા અને કમલેશભાઈએ આ અંગેનું લેખિત સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું,
જેથી આ ત્રણેય વ્યક્તિની પૂછપરછ કરતાં
તેમણે આવા અનેક પેસેન્જરોના સામાનમાંથી અલગ અલગ વસ્તુ તથા રોકડા રૂપિયા ચોરી કર્યા હોવાનું સામે આવતાં
સાગરભાઇએ આ અંગે ત્રણ લોકોની સામે ફરિયાદ નોંધાવી હતી,
જેથી એરપોર્ટ પોલીસે આ ત્રણેય લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268