તાજેતરમાં યોગ ગુરુ બાબા રામદેવનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો.
જેમાં તેઓ એલોપેથી ના વિરુદ્ધમાં બોલતા જોવા મળે છે. આ બાદ વિવાદ ખુબ વધ્યો છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ આ વિડીયોને લઈને સખત વિરોધ નોંધાવ્યો છે.
IMA એ તાજેતરમાં એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી.
જેમાં તેમણે માંગ કરી હતી કે બાબા રામદેવ દ્વારા એલોપેથી પર લગાવેલા આરોપો સ્વીકાર કરીને
આધુનિક ચિકિત્સા સુવિધા બંધ કરી દેવામાં આવે, અથવા બાબા સામે કાર્યવાહી કરવામાં આવે અને
મહામારી રોગ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવે.
કોવેક્સિનના બંને ડોઝ લેવા છતાં હમણા નહીં કરી શકો તમે વિદેશ યાત્રા, જાણો કારણ
IMA એ કહ્યું છે કે ભારત કોવિડ -19 રોગચાળા સામે લડી રહ્યું છે.
આધુનિક તબીબી પદ્ધતિ દ્વારા સૌ આ રોગચાળાનો સામનો કરી રહ્યા છે.
ભારત સરકાર અને ડોક્ટર્સ લોકોના જીવન બચાવવા સાથે મળીને કામ કરી રહી છે.
આ સંઘર્ષમાં ફ્રન્ટલાઈન પર કામ કરતા 1200 એલોપેથ ડોકટરોએ પોતાનો જીવ ગુમાવ્યો.
IMA એ કહ્યું કે યોગ ગુરુ વિડીયોમાં કહી રહ્યા છે કે
‘એલોપથી એક મૂર્ખ અને નાદાર વિજ્ઞાન છે’.
તેમાં IMA એ એમ પણ કહ્યું હતું કે, ‘એ વાત જાણીતી છે કે યોગગુરુ રામદેવ અને તેના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ બીમાર હોય ત્યારે આધુનિક તબીબી સુવિધાઓ લે છે
અને એલોપેથી દવાઓ ખાય છે.
હવે તેઓ પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે
અને લોકોને તેમની ગેરકાયદેસર અને અસ્વીકૃત દવાઓ વેચવા માટે ગેરમાર્ગે દોરે છે.’
હકીકતમાં બાબા રામદેવે કોવિડ -19 રોગચાળાને કારણે થતાં મૃત્યુ પાછળ એલોપેથીને જાહેરમાં કારણભૂત જણાવ્યું છે.
યોગ ગુરુએ કહ્યું, ‘એલોપથીની દવા ખાવાથી લાખો લોકો મરી ગયા છે.
હોસ્પિટલમાં ઓક્સિજન ન મળવાને કારણે
જેટલા લોકોનાં મોત નીપજ્યાં છે
તેનાથી વધારે એલોપથીની દવાઓ આપવાના કારણે થયા છે.
મહામારીના સંકટ વચ્ચે હોસ્પિટલમાં જીવના જોખમે ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
અને રામદેવના આવા નિવેદનથી તેઓ નારાજ છે.
નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલની રેસિડેન્ટ્સ એસોસિએશને બાબા રામદેવના આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે અને
રોગચાળાના રોગ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધવાની માંગ કરી છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268