ચેક દ્વારા પેમેન્ટને લઈને થતા ફ્રોડ પર કાબુ મેળવવા માટે ભારતીય રિઝર્વ બેન્કે પોઝિટિવ પે સિસ્ટમને 1 જાન્યુઆરી 2021થી લાગુ કરી દીધી હતું. પરંતુ હવે 15 ઓગસ્ટથી તેને ફરજીયાત કરવામાં આવ્યું છે. પબ્લિક સેક્ટરના ઈન્ડિયન બેન્કે પોતાના ગ્રાહકોને આ માટે એલર્ટ મોકલવાનું શરૂ કરી દીધુ છે. બેન્કમાં પોતાના ગ્રાહકોને મેસેજ મોકલીને જણાવ્યું છે કે 15 ઓગસ્ટ 2021થી 2 લાખ રૂપિયાથી વધારેના ચેક પર પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
હકીકતે ચેક ફ્રોડના કેસ મોટી સંખ્યામાં આવ્યા બાદ આરબીઆઈએ પોઝિટિવ પેમેન્ટ સિસ્ટમને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. તેને 1 જાન્યુઆરી 2021થી લાગુ પણ કરી દેવામાં આવી હતી. આરબીઆઈએ બેન્કોને કહ્યું હતું કે 50,000 રૂપિયાથી વધારે રકમના ચેક ઈશૂ કરતા દરેક એકાઉન્ટ હોલ્ડર્સ માટે આ સુવિધાને લાગુ કરવામાં આવે.
આરબીઆઈએ એમ પણ કહ્યું હતું કે બેન્ક પોતાની તરફથી આ સુવિધાને 5 લાખ રૂપિયાથી વધારે રકમ માટે જરૂરી કરી શકે છે. આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર, ઈન્ડિયન બેન્કના ચેક દ્વારા 2 લાખ રૂપિયાથી વધારેના પેમેન્ટ પર આ સુવિધાને લાગુ કરી દેવામાં આવી છે. ઈન્ડિયન બેન્ક હવે તેને 15 ઓગસ્ટ માટે જરૂરી કરી દેશે.
પોઝિટિવ પેમેન્ટ સિસ્ટમને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ તૈયાર કર્યું છે. આ સિસ્ટમ હેઠળ વધારે રકમમાં લેવડદેવડ કરનાર ગ્રાહકોને પોતાના ચેક વિશે અમુક જાણકારી બેન્કને આપવાની રહેશે. ત્યાર બાદ આ ચેકનું પેમેન્ટ ક્લિયર કરતી વખતે આ ડિટેલ્સને મેચ કરવામાં આવશે. કોઈ પણ ગડબડી અથવા ડિટેલ્સ ન મળવાની સ્થિતિમાં પેમેન્ટ રોકી દેવામાં આવશે.
15 ઓગસ્ટથી બદલાઈ જશે આ નિયમો
ચેક કરીલો નહીં તો પસ્તાવવાનો ન આવે વારો
બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલા આ નિયમોમાં ફેરફાર
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268