મહારાષ્ટ્ર સરકાર આજે એક મોટો નિર્ણય જાહેર કરી રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરી શકે છે. કોરોના વાયરસ સંક્રમણના વધી રહેલા કેસને લઈને સરકાર ફરીથી લોકડાઉન લગાવવાનો નિર્ણય લઇ શકે છે. હાલ કેટલાંક જિલ્લાઓમાં નાઈટ કરફ્યુ લાગુ કરી દેવાયો છે. મહત્વનું છે કે ગુરુવારે મુંબઈમાં કોરોનાઆ 8 હજાર નવા કેસ સામે આવ્યા છે.મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં કોરોનાના 43 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. મહામારી શરૂ થયા બાદ એક દિવસમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે.પ્રદેશમાં કુલ કેસની સનાખ્ય 28 લાખ 56 હજારને પર થઇ ગઈ છે. જયારે એપ્રિલમાં 249 લોકોના મોત થયા છે. જે ગત વર્ષે ઓક્ટોબર બાદ થયેલ મૃત્યુનો સૌથી વધુ આંકડો છે. કોરોના વાયરસને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 54898 લોકોએ જીવ ગુમાવ્યા છે.મહારાષ્ટ્રના પુણે શહેર દેશમાં સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત છે. અને અહીં સ્થિતિ વધુને વધુ વિસ્ફોટક થઇ રહી છે. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું કે રાયમાં અત્યારસુધીમાં 62,45,860 લોકોને કોરોના વાયરસ સામે રક્ષણ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યું છે. એક સત્તાવાર નિવેદન મુજબ બુધવારે 2,16,211 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું