અલંગમાં 1900 મુસાફરોની ક્ષમતા ધરાવતું લકઝુરિયસ ક્રૂઝશિપ ભંગાણ અર્થે આવી પહોચ્યું
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ માં આવેલ ક્રૂઝ શીપમાં
સ્ટાર પીસ્ક ક્રૂઝમાં 1900 મુસાફરો, 750 ક્રૂ મેમ્બરો, 700 કેબિનની સવલત મોજૂદ 7 રેસ્ટોરન્ટ, સ્વીમિંગ પૂલ, ડીસ્કોથેક વાળુ 13 માળનું વૈભવી શિપ અલંગ શિપબ્રેકિંગ યાર્ડની અંતિમ સફરે લકઝુરિયસ ક્રુઝ શિપ આવી પહોંચ્યુ છે. નાણાભીડમાં સપડાયેલી સ્ટાર ક્રુઝ લાઇને તેઓના ત્રણ ક્રુઝ શિપ વેચવા કાઢ્યા છે, તે પૈકી સ્ટાર પીસ્ક જહાજ અલંગમાં આવી પહોંચ્યુ છે.પ્લોટ નંબર 121 એમ.કે.શિપિંગ એન્ડ એલાઇડ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. દ્વારા ખરીદવામાં આવેલું વર્ષ 1990માં બનાવવામાં આવેલું સ્ટાર પીસ્ક ક્રુઝ જહાજ 16722 મેટ્રિક ટનનું વજન ધરાવે છે. શિપમાં 1900 મુસાફરો અને 750 ક્રુ મેમ્બરોની ક્ષમતા આ વૈભવી જહાજમાં 700 કેબિનોનો સમાવેશ થાય છે, અને તમામ કેબિનમાં અદ્યતન ઇલેકટ્રોનિક્સ આઇટમ, ફર્નિચર મોજુદ છે.ક્રુઝ શિપમાં મહત્તમ 1900 મુસાફરો અને 750 ક્રુ મેમ્બરોને સમાવિષ્ઠ કરવાની ક્ષમતા છે. ક્રુઝ શિપમાં 7 રેસ્ટોરન્ટ, કેસિનો, સ્વીમિંગ પૂલ, વેલનેસ એન્ડ સ્પા, રીક્રિએશન એન્ડ સ્પોર્ટ્સ, ડીસ્કો થેક, ગેલેક્સી થીએટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. જહાજમાં અદ્યતન રાચરચીલુ મોજુદ ૩ માળના આ ક્રુઝ જહાજનું પુન:નિર્માણ વર્ષ 2018માં કરવામાં આવ્યુ હતુ તેથી આ જહાજમાં અદ્યતન રાચરચીલુ મોજુદ છે. ક્રુઝ શિપની માલીક કંપની સ્ટાર ક્રુઝ નાણાભીડમાં સપડાયા બાદ સ્ટાર જેમીની, સ્ટાર એક્વેરિયસ અને સ્ટાર પીસ્ક એમ કુલ ત્રણ વૈભવી ક્રુઝ જહાજો વેચવા કાઢ્યા છે, અને તે પૈકી સ્ટાર પીસ્ક અલંગમાં આવ્યુ છે.