અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર 2025 સુધીમાં તૈયાર થઈ જશે. રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2023થી રામ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે. એટલે કે ડિસેમ્બર 2023થી ભક્તો મંદિરમાં આવીને રામલલાના દર્શન કરી શકશે. આ દરમિયાન મંદિરમાં નિર્માણ કાર્ય ચાલુ રહેશે. મંદિર ઉપરાંત મ્યુઝિયમ, ડિજિટલ આર્કાઇવ્સ અને રિસર્ચ સેન્ટર પણ મંદિર સંકુલમાં બનાવવામાં આવશે.
આ સાથે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ ભક્તોને નવી ભેટ આપી છે. તમામ રામ ભક્તો હવે રામ મંદિર નિર્માણનું કામ પોતાની આંખોથી જોઈ શકશે. આ માટે એક વ્યૂ પોઇન્ટ બનાવવામાં આવશે. અયોધ્યામાં આવતા ભક્તો મંદિર નિર્માણનું કામ પોતાની આંખોથી જોઈ શકશે. તેના માટે રામલલાના દર્શન માર્ગ પર એક વ્યૂ પોઇન્ટ બનાવવામાં આવી રહ્યો છે. તે સંપૂર્ણપણે લોખંડની જાળીથી પેક હશે જ્યાંથી ભક્તો ખુલ્લી આંખોથી મંદિરનું નિર્માણ જોઈ શકે છે.
અગાઉ શ્રી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ટેન્ટમાં બેસેલા રામલલાને અસ્થાઈ મંદિરમાં શિફ્ટ કર્યા હતા અને તેની સાથે જ રામલલાના દર્શન કરનારા શ્રદ્ધાળુઓના દર્શનની દૂરી પણ ઘટાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આખા દેશમાંથી દાન એકત્રિત કરવામાં આવી રહ્યું હતું. જ્યારે રામ મંદિર નિર્માણ સિમિતિ નિર્માણ કાર્યમાં સંપૂર્ણ રીતે લાગેલી છે.
બીજી બાજુ 5 ઓગસ્ટના રોજ ભગવાન રામના મંદિરના ભૂમિપૂજનના એક વર્ષ પૂર્ણ થવા પ્રસંગે કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આ ખાસ કાર્યક્રમોની તૈયારીઓ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268