અયોધ્યામાં રામ મંદિરનું કામ ઝડપથી ચાલી રહ્યુ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગર્ભગૃહ નિર્માણની પ્રથમ શિલા મુકી હતી. આ સિવાય યોગી દ્રવિડ શૈલીથી બનેલા રામલલા સદન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પણ સામેલ થશે.અયોધ્યાના રામકોટ સ્થિત શ્રી રામ જન્મભૂમિથી થોડા અંતર પર આવેલુ દક્ષિણ ભારતીય શૈલીથી બનેલુ આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કળશ યાત્રા સાથે શરૂ થશે. અયોધ્યાનું આ પ્રથમ મંદિર હશે જ્યા ભગવાન શ્રી રામના કુળ દેવતા ભગવાન વિષ્ણુના સ્વરૂપ ભગવાન રંગનાથનનું મંદિર હશે.આ મંદિર કોઇ દક્ષિણ ભારતીય શહેરનું નહી પણ અયોધ્યામાં છે. દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલા આ મંદિરમાં ભગવાન રામ લક્ષ્મણ અને સીતાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અહી આવશે પરંતુ ખાસ વાત એ છે કે આ મંદિર દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલુ એકમાત્ર એવુ મંદિર છે જે અયોધ્યામાં દક્ષિણ ભારતીય લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનવા જઇ રહ્યુ છે. આ મંદિરની ડિઝાઇ ચેન્નાઇના જાણીતા આર્કિટેક્ટ સ્વામીનાથને તૈયાર કરી છે. આ મંદિરમાં દક્ષિણ ભારતીય પરંપરાની ઝલક જોવા મળે છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો