દેશમાં કોરોનાની રફતાર ધીમી પડતા અનેક રાજયોએ શાળા-કોલેજો ખોલી હતી પણ કેટલાંક રાજયોમાં બાળકો કોરોના પોઝીટીવ મળી આવતા હડકંપ મચ્યો છે. ખાસ કરીને પંજાબ, હરીયાણા, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશમાં બાળકો સંક્રમિત મળી રહ્યા છે.
દેશના અનેક રાજયોમાં કોરોનાના કેસ હળવા થવાને પગલે શાળા શરૂ થઈ ગઈ છે અને અન્ય રાજયોમાં ખુલી રહી છે. જેમા ઉતરપ્રદેશ સરકારે 16 ઓગસ્ટ તો મહારાષ્ટ્ર સરકારે 17 ઓગસ્ટથી શાળા ખોલવાનો નિર્ણય લીધો છે. આ સિવાય પણ અનેક રાજયોમાં સ્કુલો ખુલી ગઈ છે. જયાં સ્કુલો ખુલી છે તેમાં બિહાર, પંજાબ, હરીયાણા, ગુજરાત, ઉતરાખંડ, છતીસગઢ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશની સરકારો સીનીયર કક્ષાઓની સ્કુલો ખોલી ચુકી છે. કેટલીક જગ્યાએ પ્રાઈમરી સ્કુલો પણ ખુલી ચુકી છે.ગુજરાત, ઉતરપ્રદેશ, દિલ્હી સહીત અનેક રાજયોમાં બાળકો માટે સ્કુલો ખોલવાની તૈયારી ચાલી રહી છે. જોકે કેટલીક ખબરોએ ખતરાની ઘંટડી વગાડી દીધી છે. પંજાબ, હરીયાણા, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવના કેસો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જેથી વાલીઓની પણ ચિંતા વધી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268