Lok Sabha Election : મતદાન કેન્દ્ર પર ચૂંટણી પંચની ભૂલ સામે આવી છે. પત્નિનું મતદાન કેન્દ્ર રાયસણ તો પતિનું મતદાન કેન્દ્ર મોટેરા છે. 2 મહિનાં પહેલાં જ અમદાવાદનાં બોપલથી ટ્રાન્સફર થયેલા મતદારોમાં ભૂલ સામે આવી હતી. પતિ-પત્નિનાં મતદાન કેન્દ્ર અલગ તો પુત્રીનું મતદાર યાદીમાં નામ ન ચઢી શક્યું હતું.
અમેરિકાથી મતદાન કરવા માટે પહોંચી યુવતી
બનાસકાંઠામાં એનઆરઆઈ યુવતીએ મતદાન કર્યું હતું. અમેરિકાથી મતદાન કરવા માટે યુવતી માદરે વતન પહોંચી હતી. ડીસાની ગુલબાનીનગર પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. પોતાનાં એક મત માટે ત્રણ લાખની ટિકિટનો ખર્ચ કરી યુવતી મતદાન કરવા આવી હતી. ડીસામાં અમેરિકાથી મતદાન કરવા માટે આવેલી યુવતીનું પોલિંગ બુથ પર સ્વાગત કરાયું હતું.
સંતોએ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું
ખેડામાં વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતોએ મતદાન કર્યું હતું. સંતોએ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું હતું. સંતોએ પ્રેકર મતદાન કરી લોકોને મતદાન કરવા અપિલ કરી હતી.
તુષાર વર્મા ગરીબ બાળકોને મફતમાં શીખવે છે
ખેડામાં દિવ્યાંગે મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. દિવ્યાંગ ડાન્સ માસ્ટર તુષાર વર્માએ મત આપ્યો હતો. સેવાલિયા ગામની પ્રાથમિક શાળામાં તુષાર વર્માએ મતદાન કર્યું હતું. તુષાર વર્માં ગરીબ બાળકોને મફતમાં ડાન્સ શીખવે છે.
કેસરી ઝભ્ભા અને કેસરી સાફા સાથે લોકોએ મતદાન કર્યું
રાજકોટનાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કેસરી ઝભ્ભા અને કેસરી સાફા સાથે લોકોએ મતદાન કર્યું હતું. શ્રી રાજ રેસિડેન્સીનાં લોકોએ ઢોલ નગારા સાથે મતદાન કર્યું હતું. ધારાસભ્ય રમેશ ટીલાળા, ભરત બોઘરા અને પરેશ ગજેરાએ મતદાન કર્યું હતું.
મહિલા સંચાલિત મતદાન મથક
બોટાદ ખાતે મહિલા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. મહિલાઓ દ્વારા આ મતદાન મથકને શણગારવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા મહિલા સંચાલિત મતદાન મથકમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી.
મોડલ મતદાન મથક ઉભું કરાયું
મહિસાગરનાં લુણાવાડા ખાતે મોડેલ મતદાન મથક બનાવવામાં આવ્યું છે. જ્યાં મત આપવા આવતી મહિલાઓ સાથે બાળકોને લઈને આવતી હોય છે. ત્યારે બાળકોને રમવા માટેની વ્યવસ્થા પણ મતદાન મથક પર કરવામાં આવી છે.