Loksabha Election 2024: ચૂંટણી નિરીક્ષકશ્રીઓ સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ મિટીંગ હોલ, સર્કિટ હાઉસ, પાલનપુર ખાતે મુલાકાત આપશે.
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અન્વયે બનાસકાંઠા જિલ્લા માટે ભારતના ચૂંટણીપંચ તરફથી ચૂંટણી નિરીક્ષકશ્રીઓની નિમણુક કરવામાં આવેલ છે. તેઓશ્રીના ફોન નંબર, રોકાણના સ્થળ વિગેરેની વિગતો આ મુજબ છે.
જેમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી જફર મલિક, રોકાણનું સ્થળ – સર્કિટ હાઉસ, પાલનપુર, લેન્ડલાઇન નંબર – ૦૨૭૪૨-૨૬૫૧૭૫, મોબાઈલ – ૯૨૬૫૭૧૯૨૫૯ ઈમેલ:- [email protected] , પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી રાકેશકુમાર સિન્હા , રોકાણનું સ્થળ સર્કિટ હાઉસ, પાલનપુર લેન્ડલાઇન નંબર – ૦૨૭૪૨-૨૬૫૧૭૭, મોબાઈલ:- ૬૩૫૫૨૮૩૬૪૨ જ્યારે વાવ,થરાદ,અને ધાનેરા વિધાનસભા મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી અમીત કુમાર સિંગ, રોકાણનું સ્થળ – સર્કિટ હાઉસ, પાલનપુર લેન્ડલાઇન નંબર:- ૦૨૭૪૨-૨૨૨૧૫૦ મોબાઈલ:- ૯૦૨૩૩૬૨૨પર અને દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર વિધાનસભા મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર શ્રી રમેશકુમાર દ્વિવેદી રોકાણનું સ્થળ:- સર્કિટ હાઉસ, પાલનપુર લેન્ડલાઇન નંબર:- ૦૨૭૪૨-૨૬૫૧૭૬ અને મોબાઈલ :- ૬૩૫૨૦૧૩૦૫૭ છે.
જેઓ સાથે મુલાકાતનો સમય સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ મિટીંગ હોલ, સર્કિટ હાઉસ, પાલનપુર ખાતે રહેશે.