Gujarat Lok Sabha Election 2024: કોંગ્રેસે ગુરુવારે લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં વધુ ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ દરમિયાન પાર્ટીએ સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. પાર્ટીએ સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય રુત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. મકવાણા 2017માં ચોટીલા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા, પરંતુ 2022માં તેઓ ભાજપના શામજી ચૌહાણ સામે હારી ગયા હતા.
પાર્ટીએ વડોદરાની હાઈપ્રોફાઈલ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે. પઢિયાર 2017માં પાદરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, જો કે તેઓ 2022ની વિધાનસભા ચૂંટણી પણ હારી ગયા હતા.
જૂનાગઢ લોકસભા બેઠક પરથી પાર્ટીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી હીરાભાઈ જોટવાને ટિકિટ આપી છે. હવે કોંગ્રેસ પાર્ટીએ ચાર બેઠકો સિવાય ગુજરાતની તમામ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બાકીની ચાર બેઠકો મહેસાણા, નવસારી, અમદાવાદ પૂર્વ અને રાજકોટ છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતની તમામ 26 સીટો પર એક જ તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે.