Loksavbha Election 2024: બનાસકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી માં વધુ માં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં યોજનાબદ્ધ રીતે મતદાતા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત સ્વીપ ટીમ દ્વારા જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે સ્વીપ ટીમ દિયોદર દ્વારા ગત વિધાનસભામાં મહિલા અને પુરુષ મતદારો વચ્ચે 10 ટકા તફાવત ધરાવતા બુથ પર મતદાન વધારવા મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં સ્વીપ ટીમ દ્વારા મતદાતાઓનો ડોર-ટુ-ડોર સંપર્ક કરી મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
મહત્તમ મતદાન અને મતદાનનો નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરવા માટે એક નિશ્વિત વ્યુહરચનાના ભાગરૂપે ગ્રાસ રૂટ લેવલના કર્મચારીઓ ડોર-ટુ-ડોર જઇ મતદાતાઓ સાથે સંવાદ સાંધી, તેમને મતદાન માટે પ્રેરિત કરવાની સાથે મહત્તમ મતદાન માટે એક સકારાત્મક વાતાવરણ ઉભું કરી રહ્યાં છે. આ સાથે મતદાતાઓને ચૂંટણી પ્રક્રિયા, તેમના સંબંધિત મતદાન મથક, મતદારો માટેની સુવિધાની જાણકારી આપવાની સાથે નૈતિક મતદાનની ઝુંબેશને વેગ આપી રહ્યા છે.