Lok Sabha Election 2024: ગયા એપ્રિલ મહિનાથી ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં બે તબક્કાનું મતદાન થઈ ગયું છે. આ અઠવાડિયે ઘણી સીટો પર ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્રીજા તબક્કાના મતદાનને કારણે મંગળવારે એટલે કે 7 મેના રોજ ઘણા બધા શહેરોમાં આવેલી બેંકની શાખાઓ બંધ રહેશે.
આ અઠવાડિયે ત્રીજા તબક્કાનું મતદાન
18મી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ બે તબક્કામાં 19મી એપ્રિલ અને 26મી એપ્રિલે મતદાન થયું છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન 7 મે મંગળવારના રોજ થવાનું છે. આ ત્રીજા તબક્કામાં વિવિધ રાજ્યોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. જ્યાં મંગળવારે મતદાન થશે ત્યાં બેંકો બંધ રહેશે. આ કારણે સામાન્ય ગ્રાહકોને બેંકિંગ કામગીરીમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
આ શહેરોમાં રજા રહેશે
રિઝર્વ બેંકની રજાઓની યાદી અનુસાર લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના કારણે અમદાવાદ, ભોપાલ, પણજી અને રાયપુર સર્કલમાં બેંક રજાઓ રહેશે. મે મહિનામાં બેંકોમાં રજાઓ આવી ગઈ છે. મહિનાની શરૂઆત રજા સાથે થઈ હતી. મહારાષ્ટ્ર દિવસ અને મજૂર દિવસના કારણે મહિનાની પહેલી તારીખે એટલે કે 1લી મેના રોજ બેંકો બંધ હતી.
મે મહિનામાં અન્ય રજાઓ
આવતા અઠવાડિયે મંગળવારે લોકસભાની ચૂંટણી હોવાથી બેંકની રજાઓ ઉપરાંત આ મહિને ઘણી રજાઓ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની રજાઓની યાદી અનુસાર, આ મહિને આવતી અન્ય રજાઓ નીચે મુજબ છે…
- 8 મે: રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ (બુધવાર) – બંગાળમાં બેંકો બંધ રહેશે.
- 10 મે: બસવ જયંતિ/અક્ષય તૃતીયા – કર્ણાટકમાં બેંકો બંધ રહેશે
- 13 મે : લોકસભા સામાન્ય ચૂંટણી 2024 – ચોથો તબક્કો – (મંગળવાર) – શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
- 16 મે: રાજ્ય દિવસ – (ગુરુવાર) – સિક્કિમમાં બેંકો બંધ રહેશે.
- 20 મે: લોકસભા સામાન્ય ચૂંટણી 2024 – પાંચમો તબક્કો – (સોમવાર) – મહારાષ્ટ્રમાં બેંકો બંધ રહેશે.
- 23 મે : બુદ્ધ પૂર્ણિમા (ગુરુવાર) – ત્રિપુરા, મિઝોરમ, મધ્ય પ્રદેશ, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ, લખનૌ, બંગાળ, નવી દિલ્હી, છત્તીસગઢ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
- 25 મે: નઝરુલ જયંતિ/લોકસભા સામાન્ય ચૂંટણી 2024 – છઠ્ઠો તબક્કો (ચોથો શનિવાર) – ત્રિપુરા, ઓરિસ્સામાં બેંકો બંધ રહેશે